સુરતમાં ડીંડોલી વિસ્તારમાં ટ્યુશન ક્લાસીસ ચલાવતા ગણેશ મછીન્દર આહિરે નામના શિક્ષકે પોતાના ટ્યુશન ક્લાસમાં ભણવા આવતા 8 વર્ષીય વિદ્યાર્થીને બાથરૂમમાં લઈ જઈ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા ભારે ચકચાર મચી ગઇ છે.
બાળકે ઘરે આવી પોતાની સાથે આધેડ શિક્ષકે કરેલા ગંદા કામ અંગે પોતાના માતાપિતાને વાત જણાવતા તેઓ ચોંકી ઉઠ્યા હતા અને શિક્ષક વિરુદ્ધ ડીંડોલી પોલીસ મથકમાં નોંધાતા પોલીસે હવસખોર શિક્ષકને ઝડપી લીધો હતો.
બાળકના પરિવારજનો એ આ સમગ્ર મામલે ડીંડોલી પોલીસ મથકમાં ટ્યુશન ક્લાસીસ ચલાવતા શિક્ષક ગણેશ મછીન્દર આહિરે વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલે ડીંડોલી પોલીસે ગુનો નોંધી આરોપી શિક્ષકની ધરપકડ કરી હતી.