સુરત શહેરમાં રાત્રે જોરદાર વરસાદ થતાં અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા હતા.
શહેરના રસ્તા હોય કે રહેણાંક વિસ્તારની શેરીઓ તમામ જગ્યાએ વરસાદી પાણી ભરાયા હતા.
સુરતના ઉધના અને ડિંડોલી વિસ્તારમાં ઠેરઠેર વરસાદી પાણીનો ભરાવો થતાં લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા
સુરતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાનું સામે આવી રહ્યુ છે. સુરતના લાલગેટ વિસ્તારના મોતી વાલા પરફ્યુમની ગલીમાં વરસાદના કારણે પાણી ભરાતા પાણીમાં કાર જતા ફાયર વિભાગે તાત્કાલીક સ્થળે દોડી જઈ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી કારમાં ફસાયેલા બે વ્યક્તિ અને 3 બાળકોને બચાવ્યા છે. સુરત શહેરમાં મોડી રાત્રથી સતત વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સેન્ટ્રલ ઝોનમાં 5 ઈંચ વરસાદ વરસ્યો છે. ઉધનામાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે. રાંદેરમાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે. કતારગામમાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે. વરાછામાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે. તો લીંબાયતમાં 7 ઇંચ વરસાદ વરસ્યો છે. તો આ તરફ અઠવામાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે.
સુરત જિલ્લામાં બારડોલીમાં 6 ઇંચ,મહુવામાં 5.5 ઇંચ,
પલસાણામાં 4.5 ઇંચ,સુરત- 3.3 ઇંચ
કામરેજ- 2.5 ઇંચ,ઉમરપાડા- 2 ઇંચ,માંડવી- 2 ઇંચ અનેચોર્યાસીમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે.
સુરત જિલ્લામાં થયેલા વરસાદને પગલે ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ ગઇ છે.
દરમિયાન હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ આજે તા. 28મીએ સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.
વલસાડ, નવસારી, દમણ દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે જ્યારે
સુરત, ભરૂચ, ડાંગ, તાપીમાં ભારે વરસાદ પડી શકે છે.
સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, કચ્છ, પોરબંદર અને જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી થઈ છે.