સુરતના સચિન વિસ્તારમાં બે વર્ષની બાળા ઉપર બળાત્કાર કરી તેની હત્યા કરી દેવાના ચકચારી પ્રકરણમાં સુરતની કોર્ટે આરોપીને દોષિત જાહેર કર્યો છે અને આવતી કાલે તા. 2જી ઓગસ્ટના રોજ સજાનું એલાન થશે.
સુરતના સચિન સ્થિત ક્પલેઠા વિસ્તારમાં રહેતા એક પરિવારની બે વર્ષીય બાળકીને તેના પિતાનો મિત્ર આરોપી ઈસ્માઈલ ઉર્ફે યુસુફ સલીમ હજાદ બાળકીને રમાડવા આવ્યો હતો અને બાળકીને પોતાની સાથે લઇ ગયો હતો. બાળકી મોડે સુધી ઘરે પરત નહી આવતા પરિવારે બાળકીની શોધખોળ હાથ ધરી હતી અને બનાવની જાણ પોલીસને કરી હતી. બનાવની ગંભીરતા જોઈ પોલીસ તપાસમાં જોડાઈ હતી દરમ્યાન બાળકીની લાશ બંધ મકાનના કમ્પાઉન્ડમાંથી મળી આવી હતી.
સુરતના સચિન વિસ્તારમાં આવેલા કપલેથા ગામમાં ગત 27 ફેબ્રુઆરીના રોજ એક વર્ષ અને નવ મહિનાની માસુમ બાળકી સાથે વિધર્મી યુવક 23 વર્ષીય ઈસ્માઈલ યુસુફ હજાતે બળાત્કાર કરી ક્રૂરતાપૂર્વક તેની હત્યા કરી હતી. આ કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે પોલીસે ઝડપી ચાર્જશીટ રજૂ કરી કેસની કાર્યવાહી શરૂ કરી હતી.
સરકાર પક્ષ દ્વારા બાળકીને ઝડપથી ન્યાય મળે એ માટે ધારદાર દલીલો અને પુરાવાઓ રજૂ કર્યા બાદ સુરત સેશન્સ કોર્ટ દ્વારા પાંચ મહિનામાં એટલે કે આજે મહત્ત્વનો ચુકાદો જાહેર કર્યો છે. સુરત સેશન્સ કોર્ટ દ્વારા નરાધમ ઈસ્માઈલ યુસુફ હજાતને દોષિત જાહેર કર્યો છે અને સજાના એલાન માટે કોર્ટ દ્વારા બે ઓગસ્ટની તારીખ જાહેર કરવામાં આવી છે. ત્યારે આવતી કાલે તા.2 ઓગસ્ટે આ કેસમાં સંભવિત સજાનું એલાન થશે.