સુરતમાં બ્રિજ પર ટ્રાફિક પોલીસ ચોકી બનાવવામાં આવી છે અને બે પોલીસકર્મીઓને મોટર સાયકલ સાથે તૈનાત કરી દેવામાં આવ્યા છે.
ચોમાસાની સિઝનમાં રિંગરોડ બ્રિજ પર ટ્રાફિકની સમસ્યા રહેતી હોય આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ટ્રાફિક પોલીસ ચોકી, પેટ્રોલિંગની સાથે બ્રિજ વચ્ચે ડિવાઈડરમાં લોખંડની જાળી લગાવવામાં આવી છે. જેને ખસેડી ટ્રાફિક ડાયવર્ટ પણ હવે કરી શકાશે.
ભારે વરસાદને કારણે રિંગરોડ ફ્લાયઓવર બ્રિજ પર વારંવાર ટ્રાફિક જામની સમસ્યા થાય છે.
વરસાદમાં ટુ વ્હીલર તેમજ ફોર વ્હીલર વાહનો ખોટકાવાના
બનાવો બનતા બ્રિજ પર લાંબી કતારો લાગી જતી હતી અને ઉધના દરવાજા, સહરા દરવાજાથી લઇ કાપડ માર્કેટ વિસ્તારમાં સુધી ટ્રાફિકની અસર જોવા મળતી હતી જેથી બ્રિજ પર જો કોઈ વાહન ખોટકાય તો વાહનચાલકને મદદરૂપ બની તરજ જ ટ્રાફિક ક્લીઅર થાય તે માટે ટ્રાફિક પોલીસે ચોકી બનાવી છે.
બ્રિજ પર સહારા દરવાજા તરફ જવાના માર્ગની સાઇડે કેબિન બનાવાઇ છે. જે કેબિનમાં બે પોલીસકર્મીઓ હાજર રહેશે અને જો કોઇ વાહન ખોટકાય તો વાહનચાલકોની મદદ કરી ટ્રાફિક થતો રોકશે.
આમ ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે બ્રિજ ઉપર પ્રથમવાર ટ્રાફિક ચોકી બનાવવામાં આવી છે.