સુરતના સચિન વિસ્તારમાં આવેલા કપલેથા ગામમાં પાંચ મહિના પહેલાં પોતાનાજ મિત્રની બે વર્ષની બાળકીને રમાડવાના બહાને લઈ જઈ તેની ઉપર બળાત્કાર કરી બાળકીની હત્યા કરનાર વિધર્મી યુવાન યુસુફ ઇસ્માઈલને સુરત સેશન્સ કોર્ટે આજે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે, કોર્ટે નરાધમને ફાંસીની સજા સંભળાવી છે.
ગત.તા.27 ફેબ્રુઆરીના રોજ 1 વર્ષ અને 9 મહિનાની બાળકી સાથે રેપ વિથ મર્ડરની બનેલી ચકચારી ઘટના અંગેના આ કેસમાં બે દિવસ પહેલાં જ સુરતની સેશન્સ કોર્ટે નરાધમ આરોપી યુસુફ ઇસ્માઈલને દોષિત જાહેર કર્યો હતો.
જ્યારે આજે કોર્ટે ચુકાદો આપતા આરોપીને ફાંસીની સજા સંભળાવી છે. સેશન્સ કોર્ટના છઠ્ઠા એડિશનલ જજ એસ.એન. સોલંકીની કોર્ટમાં કેસ ચાલ્યો હતો.
23 વર્ષનો ઈસ્માઈલ બાળકીના પિતાનો મિત્ર હતો
ઈસ્માઈલ બાળકીને રમાડવા લઈ ગયો અને તેની સાથે દુષ્કર્મ કરી બાળકીની હત્યા કરી હતી. ઈસ્માઈલે બાળકીના પેટના ભાગે બચકા ભર્યા હતા અને પેટના ભાગે છરી મારી હતી.
તેમજ શરીર ઉપર અનેક ઇજા કરી હતી.
પોલીસે આ આરોપીને 28 ફેબુઆરીના રોજ ઝડપી પાડ્યો હતો. આ કેસમાં ટૂંક સમયમાં જ ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતીઆ કેસની ન્યાયિક કાર્યવાહી સુરતના છઠ્ઠા એડિશનલ સેશન્સ જજ સકુંતલાબેન સોલંકી સાહેબની કોર્ટમાં ચલાવવામાં આવી હતી અને ગત સુનાવણીમાં આરોપીને ઇન્ડિયન પીનલ કોડ કલમ 302, 363, 366, પોસ્કો એક્ટ 376, એ,બી, 377 વગેરે કલમ હેઠળ દોષિત જાહેર કરાયો હતો. આરોપીને દોષિત જાહેર થયા બાદ સજા અંગે આજે દલીલો કરવામાં આવી હતી, જેમાં આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર ગણવામાં આવે, જેથી આરોપીને મહત્તમમાં મહત્તમ ફાંસીની સજા થાય એની માગણી સરકારી વકીલ દ્વારા કરવામાં આવી છે. જેને આધારે કોર્ટે આરોપીને ફાંસીની સજા સંભળાવી છે.