સુરતમાં ચોમાસાની શરૂઆત સાથેજ પાણીજન્ય રોગો વધ્યા છે અને ડેન્ગ્યુ, તાવ, મેલેરિયા અને ગેસ્ટ્રોના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. દરમિયાન પાંડેસરાના 21 વર્ષના યુવાનનું ઝાડા-ઉલ્ટીને લીધે મોત થયું હોવાનું નોધાયું છે. સિવિલ-સ્મીમેરમાં જુન મહિનામાં અત્યારસુધી ડેન્ગ્યુ, મેલેરિયા, તાવ, ગેસ્ટ્રોના 670 દર્દીએ સારવાર લીધી છે. નવી સિવિલના આંકડા પ્રમાણે, પાંડેસરામાં તેરેનામ ચોકડી પાસે પુનિત નગરમાં રહેતો 21 વર્ષીય રોહિત રમેશ શર્માને શુક્રવારથી ઝાડા – ઉલ્ટી થવાની શરૂ થઇ હતી. જોકે શનિવારે સવારે તેની તબિયત બગડતા સારવાર માટે પરિવારના સભ્યો નવી સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો.
હાલમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે જેથી શરદી,ઉધરસ અને તાવ જેવા કેસમાં વધારો જોવા મળી રહ્યો છે સાથે સાથે કોરોનાના કેસમાં પણ દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે ત્યારે માસ્કનો ઉપયોગ તથા સોશ્યિલ ડિસ્ટન્સ જાળવવા ફરી અપીલ કરવામાં આવી રહી છે.
કોરોનાના કેસ માં હજુ વધારો થવાની શક્યતા છે. હાલ,ચોમાસામાં મેલેરિયા, ડેન્ગ્યુના કેસમાં પણ ઉછાળો આવતા
શરીરમાં રહેલી રોગપ્રતિકારક શક્તિ ઘટતી હોવાથી કોરોના પણ થવાની શકયતા હોય ઇમ્યુનિટી સિસ્ટમને વધારવા લોકોએ કાળજી લેવા આરોગ્ય વિભાગના સૂત્રો જણાવી રહયા છે.