એક સમય એવો હતો જ્યારે શાળામાં બાળકોને ભણાવતા શિક્ષકો તેમને શિષ્ય માની પોતાના સંતાનોની જેમ રાખતા હતા અને બાળકોને સારું શિક્ષણ આપી જો ન આવડે તો નિસ્વાર્થ ભાવે શિક્ષા પણ આપતા હતા અને ગુરુ-શિષ્ય વચ્ચેનો પવિત્ર સબંધ હતો પણ આજકાલ કેટલાક લંપટ શિક્ષકો શિક્ષણ જગત કલંકિત કરી રહયા છે અને સગીર બાળાઓનું શોષણ કરવા લાગ્યા છે પરિણામે બાળાઓની સલામતી અંગે વાલીઓ ચિંતિત બન્યા છે, આજકાલ સ્કૂલ-ટ્યુશન કલાસીસ દરેક જગ્યાએ આવા બનાવો સતત વધી રહયા છે ત્યારે સુરતમાં આવોજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
સુરતના સરથાણામાં રહેતી અને ધો.12માં કોમર્સ બાદ સી.એ.નો ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરતી એક સગીરા ને સ્કૂલનો અંગ્રેજી અને સેક્ટ્રેટીયલ પ્રેક્ટિસ વિષય ભણાવતો શિક્ષક સહદેવ સોવા નાયક હેરાન કરતો હતો અને તેની પાછળ પડી ગયો હતો અને આ સગીરા જ્યારે ધો.10માં હતી ત્યારથી જ શરીરે હાથ ફેરવી હેરાન કરતો હતો પણ સગીરા આ વાત ઘરે કહેતા ગભરાતી હોય શિક્ષક વધુ હેરાન કરવા લાગ્યો હતો અને છેલ્લા બે મહિનાથી ભાગી જવા દબાણ કરી ટોર્ચર કરી તેનો પીછો કરતા આખરે કંટાળી ગયેલી સગીરાએ આ બાબતે પોતાની માતાને જાણ કરી દેતા આખરે ચોંકી ઉઠેલાં પરિવારજનોએ પોલીસ ફરિયાદ કરી હતી.
આ શિક્ષક વિદ્યાર્થિની જ્યારે ધો.10માં અભ્યાસ કરતી હતી ત્યારે પણ તેણીના શરીરે અડપલા કર્યા હતા,શિક્ષક સહદેવ નાયક વિદ્યાર્થીને અભ્યાસમાં ન આવડતું હોય તે સોલ્વ કરવાનું કહીને 10-15 મિનિટ વહેલા બોલાવીને તેના શરીરે અડપલા કરતો અને બાથમાં ભીડી લેતો તેમજ શરીર પર હાથ ફેરવતો હોવાનું વિદ્યાર્થીનિએ જણાવ્યું હતું.
આરોપી શિક્ષક પરિણીત છે અને સંતાનમાં એક પુત્રી પણ છે.
હદતો ત્યારે થઈ કે આશિક્ષકે વિદ્યાર્થિનીને કિસ કરી લીધી અને સ્માર્ટ ફોન આપવાનો પ્રયાસ કરી તે ફોનમાં સગીર વિદ્યાર્થીની ને તેના કપડા વગરના ફોટો-વીડિયો મોકલવા દબાણ કર્યું પણ તેણે ફોટા મોકલવાની ના પાડતા શિક્ષકે ધમકી આપી કે, તને જે કિસ કરી છે તે અંગે તારા માતા-પિતાને જાણ કરી દઇશ.
બ્લેકમેઇલ કરીને શિક્ષકે વિદ્યાર્થિની પાસે નગ્ન ફોટા અને વીડિયો પણ મંગાવ્યા હતા
આમ,આખરે હિંમત કરીને સગીરાએ પોતાની મમ્મીને વાત કરતા શિક્ષકની હરકતોનો પર્દાફાશ થયો હતો અને મામલો સરથાણા પોલીસ મથકે પહોંચ્યો હતો.