સુરતમાં રહેતા પરપ્રાંતીય યુવકને વતનમાં જવા માટે રેલવેમાં ટીકીટ નહી મળતા તેણે કંટાળીને આત્મહત્યા કરી લીધી હોવાનો કરૂણ બનાવ નોંધાયો છે.
વિગતો મુજબ મૂળ ઉત્તરપ્રદેશના જોનપુર જિલ્લાનો વતની અને સુરતમાં પુણાગામ સરદાર પોલીસ ચોકી પાસે રાજીવનગરમાં રહેતો અને લુમસના કારખાનામાં કામ કરતો 35 વર્ષીય નિલેશકુમાર રામઆશરે પ્રજાપતિ નામનો યુવાન જ્યારે બિમાર થાય એટલે તેના વતન જતો રહેતો હતો.
હાલમાં પણ નિલેશ બિમાર હોવાથી તેને વતન જવું હતું પણ વેઈટીંગ વધુ હોવાથી તેને કન્ફર્મ ટિકિટ મળતી ન હતી. મૃતકના ભાઈ રમેશકુમારે જણાવ્યું હતું કે, તાપ્તીગંગા એક્સપ્રેસ અને દાનાપુર એક્સપ્રેસની ટિકિટ કાઢી હતી. પરંતુ બંનેમાં 100થી વધુનું વેઇટિંગ હતું,પરંતુ ટિકિટ કન્ફર્મ ન થતા આખરે શનિવારે સાંજે નિલેશકુમારે પોતાના ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ભારે અરેરાટી ફેલાઈ જવા પામી હતી.
