રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે સુરતમાં પણ વરસાદી માહોલ વચ્ચે આજે સવારે એક યંગસ્ટર ગ્રૂપ ગરબા રમવા ડુમસ બીચ પર પહોંચ્યુ હતું અને ડીજેના તાલે ગરબાની રમઝટ બોલાવી હતી. ‘જય જય અંબે’ના નાદ સાથે યુવક-યુવતીઓ દોઢિયા રમ્યા હતા.
સુરતમાં વરસાદી માહોલ વચ્ચે ડુમ્મસના દરિયાકિનારે મોટી સંખ્યામાં સુરતીઓ ઉમટ્યા હતા.
હાલ ચોમાસા દરમિયાન અહીં ખૂબ જ રમણીય વાતાવરણ જોવા મળી રહ્યું છે, આહલાદક અને પ્રાકૃતિક સૌંદર્યભર્યા વાતાવરણમાં સુરતીલાલાઓ ગરબા અને દોઢિયા રમીને મોજ માણી હતી લોકો ડુમસના દરિયાકિનારે પોતાના ગ્રૂપ સાથે સવારથી આવ્યા હતા અને ગરબાની મજા માણતા દેખાયા હતા.