રાજ્યમાં આજથી આગામી ચાર દિવસ વરસાદ પડવાની આગાહી છે ત્યારે સુરતમાં વરસાદી માહોલ જામ્યો છે.
અરબી સમુદ્રમાં દક્ષિણ ગુજરાત નજીક સર્જાયેલા સાયક્લૉનિક સર્ક્યુલેશનને કારણે મધ્યમથી હળવો વરસાદ પડવાની આગાહી વચ્ચે સુરત શહેરમાં વહેલી સવારે જ વરસાદ શરૂ થયો છે.
સુરત શહેરના પાલ, અડાજણ, રાંદેર, રિંગરોડ વેસુ વરાછા સહિતના વિસ્તારોમાં મુશળધાર વરસાદ શરૂ થયો હતો.
હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આજે વરસાદી માહોલ સર્જાયો છે.
ભારતીય હવામાન વિભાગે જાહેર કરેલા બુલેટિન અનુસાર, દક્ષિણ ગુજરાત તરફ દરિયામાં સાયક્લૉનિક સર્ક્યુલેશનની સ્થિતિ બની રહી છે. આ હિલચાલને પગલે ગુજરાતના હવામાનને અસર થઈ શકે છે અને અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમથી હળવો વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આજે વરસાદી માહોલ સર્જાયો છે. સુરત શહેરમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે.