સુરતમાં હિન્દૂ યુવકને ગળું કાપી હત્યા કરવાની ધમકી બાદ પોલીસ રક્ષણ આપવાની માંગ થતા પોલીસે તાત્કાલિક તેને હથિયારધારી પોલીસ રક્ષણ આપવામાં આવ્યું છે.
વિગતો મુજબ સુરતના ઉમરા પોલીસ હદ વિસ્તારમાંમાં રહેતા યુવરાજ પોખરણા નામના યુવકે ઉદયપુર ખાતે દરજી કનૈયાલાલની હત્યા મામલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર સખત શબ્દોમાં નિંદા કરતા ફૈઝલ નામના યુવકે તેને ધમકી આપી હતી ધમકી આપનાર ફૈઝલે લખ્યું હતું કે ગુસ્તાક એ રસુલ કી એક હી સજા, સર તન સે જુદા….
સુરતના યુવકને પણ આ રીતે જાનથી મારવાની ધમકી મળતાં ભારે સનસનાટી મચી ગઈ હતી અને યુવરાજ પોખરણા દ્વારા આ મામલે સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે અરજી આપતા બાદ ઉમરા પોલીસ દ્વારા નિવેદન લેવામાં આવ્યું હતું. હાલ યુવરાજને ગનમેનની સુરક્ષા આપવામાં આવી છે.