સુરતના વરાછા વિસ્તારમાં એક હીરા દલાલની હત્યાનો બનાવ બનતા ભારે ચકચાર મચી ગઇ છે.
વરાછા વિસ્તારમાં કમલપાર્ક સોસાયટીમાં 62 વર્ષીય હીરા દલાલની હત્યા થઈ છે.
ઘટનાની જાણ થતાંજ ઉચ્ચ પોલીસ અધિકારી ઘટના સ્થળે દોડી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી.
વિગતો મુજબ સુરતના વરાછા વિસ્તાર ખાતે આવેલ કમલપાર્ક સોસાયટી સ્થિત ઓફીસમાંથી 62 વર્ષીય હીરા દલાલ પ્રવિણ નકુમની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી.
અજાણ્યા ઈસમો પ્રવિણભાઈ ઉપર બોથર્ડ પદાર્થ વડે હુમલો કરી હત્યા કરી ફરાર થઇ ગયા હતા.
ઘટનાની જાણ વરાછા પોલીસને થતા પોલાસ સહીત ક્રાઈમ બ્રાન્ચની ટીમ અને ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો તપાસ માટે ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી છે.
આ ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે.