સુરતમાં ગેરકાયદેસર ચાલતા હુક્કાબાર પર પોલીસે દરોડા પાડી આઠ ઇસમોની ધરપકડ કરી સ્થળ પરથી કુલ પાંચ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી હતી.
લાલગેટ પોલીસે હુક્કાબાર પર દરોડા પાડી અલગ-અલગ કંપનીની તમાકુ સેવન કરતા આઠ લોકો મળી આવ્યા હતા. જેમની પાસેથી પોલીસે અલગ-અલગ કંપનીની તમાકુ, હુક્કાઓ, હુક્કાઓનો સરસામાન, મોબાઈલ અને રોકડ મળી કુલ 5,93,660 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે રેડ દરમિયાન અસદ ફિરોઝ મનસુરી, ફુરખાન મેમણ, નોમાન શેખ, અમ્માર શેખ, ફેઝ અહમદ શેખ, અબરાર મેમણ, વિરલ પટેલ અને મોહમ્મદ ઝૈદ ભરૂચાને રંગે હાથ ઝડપી પાડ્યા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.