સુરત સાથે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વલસાડ, નવસારીમાં બે દિવસથી હળવો વરસાદ પડવાનું ચાલુ છે ત્યારે આજે વહેલી સવારે સુરત શહેરના વાતાવરણમાં પલટો આવવા સાથે વરસાદ પડતા ઠંડક પ્રસરી હતી.
સુરતમાં બે ઈંચ જેટલો વરસાદ પડતા પાણી ભરાઇ ગયા હતા. જેમાં સૌથી વધુ વરસાદ વરાછા ઝોન-એમાં 46 મિમિ વરસાદ પડ્યો હતો.
ઉધના-વરાછામાં પાણી ભરાયાના અહેવાલ છે.
અમરોલી સહિતના વિસ્તારમાં વીજળી ડૂલ થઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.
ધોધમાર વરસાદ ખાબકતા ઉધના, પાંડેસરા અને વરાછા વિસ્તારમાં રોડ પર પાણી ભરાઈ ગયા હતા
રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી જુદાજુદા જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે.
આગામી પાંચ દિવસ વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે જેને લઈ સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાનું ચાલુ છે.