સુરત : સુરતના ઉધના વિસ્તારમાં સર્વિસ રોડ માં મોટો ભુવો પડતા 15 ફૂટ જેટલો ઊંડો ખાડો પડી ગયો હતો.સર્વિસ રોડ પર ભુવો પડવાની ઘટનાને પગલે રોડ કોન્ટ્રાક્ટરની લાલીયાવાદીની પોલ પણ ઉઘાડી પડી જતા લોકરોષ જોવા મળ્યો હતો.છેલ્લા પંદર દિવસથી અહીં ગટરના પાણીની સમસ્યા ઠેરની ઠેર હોવાના કારણે આ સમસ્યા ઉદભવી હોવાનું પણ લોકો જણાવી રહ્યા છે.
સુરત મનપા શહેરના રસ્તાઓ બનાવવા પાછળ લાખો – કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે.આ રસ્તા બનાવવા માટે મનપા દ્વારા કોન્ટ્રાક્ટરને લાખો રૂપિયા ટેન્ડરથી કામ સોંપવામાં આવે છે.જો કે કોન્ટ્રકર અને મનપા ના કેટલાક ખાઈ બડેલા અધિકારીઓની સાઠગાઠમાં રસ્તા બનાવવા પાછળ પણ મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાની વિગત સપાટી પર આવી છે.સુરતના ઉધના વિસ્તારમાં આવેલ અંબિકા નગર નજીમ સર્વિસ રોડમાં મોટો ભુવો પડતા પંદર ફૂટ જેટલો ઊંડો ખાડો પડી ગયો હતો.સદનસીબે કોઈ જાનહાની ન થતા મોટી દુર્ઘટના ટળી હતી.સ્થાનિક લોકોના જણાવ્યાનુસાર અહીં છેલ્લા પંદર દિવસથી કોર્પોરેશન દ્વારા ડ્રેનેજ લાઇનનું કામ કરવામાં આવી રહ્યું હતું….જે ઠેર નું ઠેર જોવા મળી રહ્યું છે.જેના કારણે જમીન ધીરે ધીરે નીચે ઘસતી ગઈ અને આ ઘટના બનવા પામી છે. એટલું જ નહીં રસ્તો બનાવતી વેળાએ અહીં પોલાણ પણ સરખી રીતે નથી કરવામાં આવ્યું ,જે ઘટના પાછળનું મુખ્ય કારણ છે.જો કોઈ મોટી દુર્ઘટના બની હોત ,તો તેના માટે સુરત મનપા જવાબદારી સ્વીકારતે કે કેમ તેવો પ્રશ્ન પણ લોકોએ ઉઠાવ્યો હતો.