સુરત માં શહેરી વિસ્તારો માં અવારનવાર ગેરકાયદે બાંધકામો ની મેટર અખબારો માં પ્રકાશ માં આવતી રહે છે ત્યારે હવે શહેર બહાર એરપોર્ટ નજીક પણ ચાલક બિલ્ડરો એ નિયમો ની ઐસી તૈસી કરીને ગેરકાયદે બાંધકામો ઉભા કરી પબ્લિક ને વેચી મારતા આવા ફ્લેટ ખરીદનારા ભેખડે ભેરવાયા છે ,એરપોર્ટ હદ નાવેસુ તરફ નડતરરૂપ 48 બિલ્ડીંગ મામલે ડીજીસીએ દ્વારા બિલ્ડરોને આગામી 4 તારીખે હીયરીંગ માટે બોલાવતા બિલ્ડરોએ તેની જાણ ફ્લેટ ધારકોને કરતા અંદાજિત 100 ફલેટ ધારકોએ એરપોર્ટ ડાયરેક્ટર અમન સૈની પાસે જઈને પર્સનલ હિયરીંગની નોટીસ માટે જવાબ રજૂ કરવા માટે થોડો સમય આપે તેવી માંગણી કરી છે. જેથી પેપર વર્ક યોગ્ય રીતે કર્યા બાદ પોતાનો પક્ષ મૂકી શકાય. જોકે ,ડાયરેક્ટરે ફ્લેટ ધારકોની વાત સાંભળ્યા બાદ જણાવ્યું કે મામલો ડીજીસીએ પાસે પહોંચ્યો છે જેથી સ્થાનિક સ્તરે કશું થઇશકે એમ નથી. જો સમય વધારવો હોય તો ડીજીસીએને રજુઆત કરી શકો છો.
નડતરરૂપ બિલ્ડીંગો મામલે હાઇકોર્ટમાં પણ પીઆઇએલઃ ડીજીસીએ દ્વારા 2 મીટરથી લઇ 11 મીટર સુધીના નડતરરૂપ બાંધકામો કેમ ન તોડવા, તે બાબતે પર્સનલ હિયરીંગ કમડિમોલિશનની નોટીસ આપી છે. જો કે ડિજીસીએએ પર્સનલ હિયરીંગમાં રજૂઆત માટેની તક એનઓસી મેળવનાર બિલ્ડરને આપી છે અને મુંબઇમાં આવેલી ડિજીસીએ ઇન્ટીગ્રેટેડઓપરેશનલ ઓફિસમાં 4 માર્ચ સુધી રજૂઆત કરવાની તક આપી છે. અત્રે નોંધનીય છે કે નડતરરૂપ બિલ્ડીંગો બાબતે હાઇકોર્ટમાં પીઆઈએલ પણ થઇ ચુકી છે.
સુરત એરપોર્ટ આસપાસ ફ્લાઇટને ટેક ઓફ અને લેન્ડિંગ માટે નડતરરૂપ બિલ્ડીંગો મામલે વર્ષ 2017માં પહેલી વાર ફ્લેટધારકોને નોટિસ અપાઈ હતી જેમાં બિલ્ડીંગનો અમુક હિસ્સો નડતરરૂપ હોવાનો ઉલ્લેખ કરાયો હતો, આ તમામ બિલ્ડીંગો વર્ષ 2007 બાદ બની હતી જે મામલે સ્થાનિક તંત્ર અને એઆઇ દ્વારા એનઓસી આપી દેવામાં આવી હતી અને લોકો વસવાટ કરવા લાગ્યા હતા.જે તેબિલ્ડિંગના સેક્રેટરી અને પ્રેસિડેન્ટને નોટિસ મળ્યા બાદ વસવાટ કરતા લોકોને ખ્યાલ આવ્યો કે પોતાના ઘરો પર જોખમ તોળાઈ રહ્યું છે. પહેલી નોટીસનો કોઈ જવાબ અપાયો ન હતો. ત્યાર બાદ2018-19માં ફરી નોટિસ અપાતા જવાબમાં બિલ્ડિંગના સેક્રેટરી પ્રેસિડેન્ટ દ્વારા જણાવાયુ હતું કે અમને આ બાબતે કોઈ જાણ નથી અને અમુક ફ્લેટધારકોને લોન પણ મળી ચુકી છે.જો કશે કશુંખોટું થયું હોય તો લોન કેવી રીતે મળી ? ફ્લેટધારકોના જવાબ બાદ હવે આ મામલો ડીજીસીએ પાસે પહોંચ્યો છે.
વિવાદના વિલન
બિલ્ડર દ્વારા પણ ચાલાકી વાપરવામાં આવી હતી અને બિલ્ડરો દ્વારા એરપોર્ટ નજીક આવેલી ઇમારતો નું આર એન્ડ બી વિભાગ પાસે સર્ટિફિકેટ મેળવી લીધી હતું. આર એન્ડ બીના સર્ટિફિકેટના આધારે એસએમસી અને એએઆઈને ઉલ્લુ બનાવાયા હોવાનું સપાટી ઉપર આવી રહ્યું છે. બિલ્ડરોએ આર એન્ડ બીના સર્ટિફિકેટ રજૂ કરતા એસએમસીએ એનઓસી આપી દીધી. માત્ર ટીપી અને એફપીને આધાર બનાવવામાં આવ્યો હતો.ખરેખર લોકેશન અને રજૂ કરેલા લોકેશનનો તફાવત પકડવામાં એસએમસી એ કાચું કાપ્યું હોવાનું સપાટી ઉપર આવ્યું છે.
બિલ્ડરો દ્વારા એસએમસીની એનઓસી રજૂ કરાતા એએઆઇએ બાંધકામ પર મંજુરીની મહોર મારી દીધી. સ્થાનિક તંત્રની એનઓસીને આધારે એએઆઈની મંજુરીથી બિલ્ડીંગો ઉભા કરી દેવામાં આવ્યા હતા.
હીયરીંગમાં ડીજીસીએ સમક્ષ સંતોષકારક આધાર પુરાવા રજૂ કરવામાં નહીં આવે તો ગેરકાયદે બાંધકામ તૂટી શકે છે, છતાં પણ આ મેટર માટે કોર્ટ માટે વિકલ્પ ખુલ્લો રહે છે
