સુરતમાં કોરોના બેકાબુ બની ગયો છે અને સંક્રમણ વધી જતાં આખરે ફરીથી એસટી સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ તથા કમિશનર વાહન વ્યવહારની કચેરી દ્વારા 27મી જુલાઈથી ST(સ્ટેટ ટ્રાન્સપોર્ટ) અને ખાનગી બસ સેવા 10 દિવસ સુધી બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
તાજેતરમાં ઉચ્ચ કક્ષાએ થયેલી સમીક્ષા બાદ કોરોનાના સંદર્ભમાં સુરતમાં આવતી તેમજ ઉપડતી ખાનગી અને ST બસ સેવા સોમવાર 27મી જુલાઈથી 10 દિવસ માટે બંધ કરવા નકકી કરાયું છે, જોકે સુરત સિવાય રાજ્યના અન્ય વિસ્તારોમાં ST બસ અને ખાનગી બસ સેવાનું સંચાલન રાબેતા મુજબ ચાલુ રહેશે પરંતુ સુરત એસટી ડેપો બંધ કરવાનો નિર્ણય કરાતા હવે સુરત થી અન્ય શહેરો માં જવા માંગતા મુસાફરો એ અન્ય વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
સુરત માં કોરોના નું સંક્રમણ આગળ વધતું અટકાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સૂત્રો એ ઉમેર્યું છે.
