સુરત માં સિંગણપોર વિસ્તારમાં પોતાના પરિવાર ને મદદરૂપ થતા 15 વર્ષના બાળકને મનપા દ્વારા રૂ.400ના દંડની સ્લિપ પકડાવી દેવાતા લોકોમાં રોષ ફેલાયો છે. જાહેર કાર્યક્રમો કરી ભીડ ભેગી કરતા રાજકારણીઓ સામે કાર્યવાહી કરવામાં જે લોકો ના ટાંટિયા ધ્રૂજે છે તેવા લોકો શાક-ફ્રૂટ્સની લારીઓ ચલાવતા સામાન્ય લોકોને થતા દંડ કરી બહાદુરી બતાવી રહ્યા હોવાનું લોકો નું કહેવું હતું.
વાઈરલ થઈ રહેલા વીડિયોમાં લોકોમાં રોષ ફેલાયો હોવાનું જોવા મળે છે. વીડિયો માં દેખાતો
મુન્નો બે મહિનાથી પરિવારને મદદરૂપ
બિહારના ગોપાલગંજના વતની અને કતારગામ સિંગણપોરમાં આવેલી સોસાયટીમાં રહેતા દિલીપ શાને સંતાનમાં 4 દીકરા અને 1 દીકરી છે. જે પૈકી એક મુન્ના નામનો દીકરો ધોરણ-7માં અભ્યાસ કરે છે. હાલ કોરોનાની વર્તમાન સ્થિતિમાં શાળા બંધ હોવાથી ઓનલાઈન ભણે છે. ઘરમાં પિતા સિવાય કમાવવાવાળું કોઈ ન હોવાથી મુન્નો અભ્યાસની સાથે સાથે આર્થિક રીતે પિતાને મદદરૂપ થવા 2 માસથી સિંગણપોરમાં ફ્રૂટની લારી પર કામ કરે છે.
વીડિયો ઉતારનાર જાગૃત યુવકે રડતા બાળકને દંડના 400ની જગ્યાએ 500 રૂ. આપવા પ્રયાસ કર્યો તો બાળકે એ લેવાની ના પાડી દીધી હતી, સાથે જ તેણે એ રૂપિયા કમાઈ લેવાનો નિર્ણય કર્યો હતો. જેથી વીડિયો ઉતારનાર ને સ્થાનિકે ઈમાનદારી બિરદાવી હતી.
રૂ. 400ની સ્લિપ આપી હતી
બાળકના પિતા દિલીપ શાએ કહ્યું કે, પાલિકા કર્મીએ મારા દીકરાની લારી પકડી હતી. અન્ય લારીઓ પણ પકડી હતી. જેથી બધાને 400નો દંડ કરાયો હતો. મારા દીકરાને પણ દંડ કરાયો હતો. રૂ. 500 આવક થઈ તેમાંથી 400 દંડની ફરજ પાડી હતી. આમ આ વીડિયો એ સુરત માં ભારે ચકચાર જગાવી છે.