આખરે સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશનના પીએસઆઈ અમિતા જોશી આપઘાત પ્રકરણમાં પોલીસ જીપ ના ડ્રાઇવર પતિ સહિત સાસરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.
સુરત માં મહિલા પીએસઆઈ અમીતા જોશી એ ગત તા.5મી ડિસેમ્બરના રોજ પોતાને પેટના ભાગે ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. પતિના આડાસંબંધ, અમિતાના મોત સમયે વૈભવની સુરતમાં હાજરી અને ટીશર્ટ ફાટેલું હોવાની આંશકા સાથે પતિ સહિત સાસરિયાં સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે. અમિતાના પિતાએ મહીધરપુરા પોલીસ સ્ટેશનમાં અમિતાના પતિ વૈભવ, સાસુ હર્ષાબેન, સસરા જીતેશ અને નણંદ મનિષા અને અંકિતા વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે.
પીએસઆઈ અમીતા જોશી ના પિતા બાબુભાઈ શાંતિલાલ જોશી રહે. ધારી, જિલ્લો અમરેલી એ સુરત ના મહિધરપુરા પોલીસ મથક માં નોંધાવેલી ફરિયાદ માં જણાવ્યું છે કે તેમની મોટી પુત્રી અમિતા 2011માં પોલીસ માં ભરતી થઈ હતી. 2018માં તેની સુરતમાં બદલી થઈ હતી. અમિતાના લગ્ન ભાવનગર તળાજા રોડ પર રહેતા જીતેશ ઉર્ફે જીતુ ઉર્ફે જીતેન્દ્ર વ્યાસના દીકરા વૈભવ સાથે થયા હતા. વૈભવ અમરેલીમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. 3-એપ્રિલ-2016માં અમિતાને ત્યાં દીકરાનો જન્મ થયો હતો. તેનું નામ જૈમિન છે. અમિતાની પીએસઆઈ ની પોસ્ટ સાથે સુરત બદલી થતા તે ફાલસાવાડીમાં ક્વાટર્સમાં રહેતી હતી. ત્યારે તેના સસરા જીતેશ, સાસુ હર્ષાબેન,નણંદ અંકિતા ધવન મહેતા અને મનિષા હરદેવ ભટ્ટ અમિતાને ત્યાં આવ્યા હતા. તેના સાસુ-સસરા-નણંદ સુરતથી જતા ત્યારે જૈમિનને સાથે લઈ જતા હતા. અમીતા ને આખો પગાર ઘર માં આપી દેવા દબાણ થતું હતું તેમજ અમીતા એ પોતાના નામે લીધેલી બ્રેજા કાર અને ફ્લેટ પણ શામાટે પતિ ના નામે ન લીધો તેમ કહી કંકાસ થતો હતો. અમીતા ના પતિ ને અન્ય મહિલા સાથે ના આડા સંબંધો ને કારણે પણ કંકાસ રહેતો હતો આખરે અમીતા એ રાજકોટ બદલી કરાવવા ની વાત બાદ ત્રાસ વધતા અને બનાવ ના દિવસે વૈભવ ની સુરત માં હાજરી ની શંકા સાથે તેમજ ટીશર્ટ કેવી રીતે ફાટી ગયું વગરે મુદ્દે તપાસ કરવા પોલીસ ફરિયાદ થઈ છે.
