સુરત ના ડુમસ રોડ પર એરપોર્ટની સામે પારસી માલિકી ના આશીર્વાદ ફાર્મ હાઉસમાં લીપ યરની પાર્ટીમાં દારૂની મહેફિલ માં પોલીસે રેડ કરી 52 ની ડુમસ પોલીસે ધરપકડ કરી હતી જોકે 39 નબીરાઓ લોકઅપમાં આવી શકે તેમ ન હોવાથી ડુમસ પોલીસ તમામને ઉમરા પોલીસના લોકઅપમાં પૂર્યા હતા રવિવારે 39 નબીરાઓને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતાં, જેમાં તમામને એક દિવસના રિમાન્ડ આપ્યા છે. પ્રોહિબિશનના ગુનામાં એક સાથે 39 નબીરાઓને રિમાન્ડ આપ્યા હોય તેવી આ કદાચ કહી શકાય કે આ પ્રથમ ઘટના છે. પોલીસ સૂત્રો પાસે થી મળતી માહિતી મુજબ ગગન ઢીંગરા નામના યુવકે 14 હજારમાં ફાર્મ હાઉસ ઓનલાઇન બુક કરાવ્યુ હતું. ફાર્મહાઉસમાં એક વ્યકિત દીઠ એન્ટ્રી ફી 2300 હતી, જેમાં ડિનર અને ડી.જે ડાન્સ સામેલ હતું. બાકી દારૂ નો અલગ થી ચાર્જ નક્કી થયો હતો. છેલ્લા એક અઠવાડિયાથી ગગન ઢીંગરા પાર્ટી ના આયોજન માં પડ્યો હતો જોકે,
લીપ યરની પાર્ટી પહેલા તો દમણમાં જ રાખવાનું આયોજન હતું પરંતુ દમણ સુધી જવા માટે કોઈ તૈયાર નહિ થતા સુરતમાં જ પાર્ટી યોજવા નું નક્કી થયું હતું. જોકે, ડુમસ પોલીસે 13 યુવતીઓને રવિવારે વહેલી સવારે છોડી મુકી હતી. પકડાયેલા નબીરાઓ કાપડ-વિવર્સ, બિલ્ડર અને હીરા ઉઘોગ સાથે સંકળાયેલા છે. જયારે યુવતીઓમાં એક ટીચર, પેઇન્ટર, બ્યુટી પાર્લર સંચાલિકા અને બાકીની અન્ય યુવતીઓ સ્ટુડન્ટસ હોવાનું ખુલ્યું હતું
અને આ યુવતીઓ પાર્ટી માં ગઈ તે મોટાભાગના વાલીઓ આ બાબત થી અજાણ હતા જેઓ એ પોલીસ નો આભાર માન્યો હતો.
23 વર્ષીય ગગન સુરજીત ઢીંગરા પાર્લે પોઇન્ટ અંજની ટાવરમાં રહે છે અને તેની વીઆર મોલમાં મોબાઇલની દુકાન હતી. હાલ ગગન વેબપેજ બનાવવાનું કામ કરતો હોવાનું પોલીસ તપાસ માં ખુલ્યું છે.
પીળા કલરનો પડદો પાડી મીની બાર બનાવ્યો હતો જેમાં દેશી વિદેશી દારૂ રાખવામાં આવ્યો હતો
નબીરાઓ નશીલા તત્વો સિગરેટમાં ભેળવીને પીતા હોવાની શંકાને પગલે પોલીસે ઠુઠા કબજે FSLમાં મોકલ્યા હતાં.
મહેફીલમાંથી પોલીસે દારૂ , વાહનો સહિત રૂ. 1.10 કરોડનો મુદામાલ કબજે લીધો હતો.
29 ફેબ્રુઆરીની લીપ યર પાર્ટીમાં ધનાઢ્ય પરિવારના નબીરાઓએ શરાબ સાથે આ મહેફિલને વધુ રંગીન બનાવવા માટે ડાન્સરોને પણ બોલાવવામાં આવી હતી. ડીજેના તાલે તેઓ ઝુમી રહ્યા હતા ત્યારે પોલીસે રેડ કરતા ડાન્સર પણ ઝડપાઈ ગઈ હતી.
પાર્ટીમાં પકડાયેલાઓ માં
રાજભાઈ નરેનભાઈ દાસ (ઉ.વ-22 સરગમ)
ઉત્તમભાઈ નિતાઈ સરકાર (ઉ.વ-30 સરગમ)
સુરજ છોટન ભૂરી (ઉ.વ-25 સરગમ)
મુકેશ ચામરસિંહ ભદોરીયા (ઉ.વ-28 ડિંડોલી)
ઢીમ્મર હીરેન રતિલાલ (ઉ.વ-29 ડિંડોલી)
અજય રતિલાલ સોની (ઉ.વ-36 સૈયદપુરા)
પાર્થ મુકેશભાઈ લાકડાવાલા (ઉ.વ-24 અલથાણ)
અમર દીનેશચંદ્ર ગુપ્તા (ઉ.વ-30 વેસુ)
આકાશ સુગ્રીવકુમાર દીપ (ઉ.વ-34 વેસુ)
તરુણકુમાર અરુણભાઈ વતિયાણી (ઉ.વ-21 રાંદેર)
અનિષ ઉર્ફે અક્ષય યોગેશચંદ્ર ચૌહાણ (ઉ.વ-23 સગરામપુરા)
વેદાંત જયપ્રકાશ ધાનુકા (ઉ.વ-24 સિટીલાઈટ)
નિપુણ હુન્નીક્રિષ્ન મૌથ્યલ (ઉ.વ-23 રાંદેર રોડ)
દીગ ગૌતમ શાહ (ઉ.વ-24 રહે-24, પીપલોદ)
મહમુદ નૂર દીનાત (ઉ.વ-23 સૈયદપુરા)
અરિહંત રાજેન્દ્રભાઈ સુરાના (ઉ.વ-25 સિટીલાઈટ)
ધવલ લલિત જૈન (ઉ.વ-22 ઘોડદોડ રોડ)
વંદન તેજશભાઈ પટેલ(ઉ.વ-22 સુમુલડેરી રોડ)
સિધ્ધાર્થ તકુભાઈ દરબાર (ઉ.વ-21 ઘોડદોડ રોડ)
શ્રીકેતુ શ્રીકાંતભાઈ શેઠના (ઉ.વ-30 સિટીલાઈટ)
દિવ્ય જયેશ શાહ(ઉ.વ-25 પીપલોદ)
જયસાલ વિજેશ ચૌહાણ(ઉ.વ-22 નાનપુરા)
મયંક રાજેશ પોલરા (ઉ.વ-20 કતારગામ)
સૌર્યાશ કુલદિપ સોમી (ઉ.વ-18 ભટાર રોડ)
જીજ્ઞેશ કમલ જૈન (ઉ.વ-25 પીપલોદ)
તૃષાર રમેશભાઈ નારંગ(ઉ.વ-24 ભટાર રોડ)
આદિત્ય તેજશ પારેખ(ઉ.વ-26 પાર્લે પોઈન્ટ)
અજય બાબુભાઈ ગઢવી (ઉ.વ-24 પુણાગામ)
પ્રશાંત ભીખનભાઈ ડાંગી (ઉ.વ-22 પીપલોદ)
સાર્થક નરેન્દ્રભાઈ મોઢ(ઉ.વ-25 પીપલોદ)
શુભમ શુમિલ બગડીયા (ઉં.વ રપ, વેસુ)
ગગન સુરજીત ઢીંગરા (ઉં.વ ૨૩, પાર્લે પોઈન્ટ)
વિધ્નેશ ચેતન ચૌહાણ ઉં.વ 1૯, પીપલોદ)
રીશી રાકેશ પટેલ (ઉ.વ-26 મગદલ્લા ગામ)
દીપાંશુ યશપાલ સલુજા(ઉ.વ-26 અલથાણ)
પ્રીયમ અમરેશ શાહ(ઉ.વ-25 અઠવાગેટ)
હાર્દિક પ્રવિણ ઠુમ્મર(ઉ.વ-27 અણુવ્રત દ્રાર)
યશ મુકેશભાઈ કોકરા(ઉ.વ-24 પીપલોદ)
વિષ્ણુ અશોક ગામીત(ઉ.વ-22 એલએચ રોડ નો સમાવેશ થાય છે , સુરત માં આ પાર્ટી ભારે ચર્ચાસ્પદ બની હતી અને ઘર માં પોતાની ફ્રેન્ડ સાથે જવાના ખોટા બહાના કાઢી મોડી રાત સુધી બહાર આવા યુવાનો સાથે રખડતી યુવતીઓ ના માં બાપે પણ ચેતવા જેવો કિસ્સો હોવાનું જણાય રહ્યું છે આવી ઘટનાઓ માંથી જ ગેંગરેપ સહિત ના ક્રાઇમ નું નિર્માણ થતું હોવાનું અનેક વખત સાબિત થઈ ચૂક્યું છે.
