સુરત માં કોરોના વાયરસ ખુબજ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને સમાજ માં મૂળિયા નાખી ગયેલી જડ માન્યતાઓ કેવા ગંભીર પરિણામો લાવી શકે તે પણ કોરોના ની સ્થિતિ માં ખુલ્લું પડી ગયું છે.સુરત શહેર ની વાત કરવામાં આવે તો અહીં 22 પોઝિટિવ કેસમાંથી 7 કેસ તો માત્ર રાંદેર ગામથી લઇ ગોરાટ રોડના હોવા છતાં આ વિસ્તારના લોકો માં કોઇ ગંભીરતા જોવા મળી રહી નથી. બુધવારે સવારે પાલિકાની ટીમ આ વિસ્તારમાં ડોર ટુ ડોર હોમ સરવેલન્સ માટે ગઇ ત્યારે અહીં ના સ્થાનિક રહીશોએ સરવેનો વિરોધ કરતાં પાલિકાની ટીમ પણ વિમાસણમાં મુકાઇ ગઇ હતી.
અહીં જે સાત કેસ પોઝિટિવ આવ્યા છે તે તમામ મુસ્લિમ સમાજના છે. એટલું જ નહીં આ વિસ્તારમાં મુસ્લિમ સમાજની જ સૌથી વધુ વસ્તી છે જેઓ સરવે નો વિરોધ કરી રહ્યા છે અને જણાવી રહ્યા છે કે અમારા વડીલો તેમજ અમારા મૌલાનાએ વિગત આપવાની ના પાડી છે. જ્યારે કેટલાક તો વારંવાર કેમ સરવે કરો છો તેવા સવાલ કરી રહ્યા છે.આખરે એરિયા મુજબ પ્રમુખો તથા આગેવાનો ને મળી સમજાવતા લગભગ 31 હજાર લોકોનો સરવે થતાં 38 જણાને શરદી-ખાંસીના કેસ જોવા મળ્યા હતા. મંગળવારે ગોરાટ રોડ પર આવેલી મેરુ લક્ષ્મી સોસાયટીમાં રહેતા 67 વર્ષિય ઝુબેદા અબ્દુલ સત્તાર પટેલનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જેથી બુધવારે પાલિકાની ટીમ અહીં આવેલા ફૈઝ એપાર્ટમેન્ટમાં શરદી, ખાંસી, તાવનો હોમ ટુ હોમ સરવે શરૂ કર્યો હતો. પરંતુ ફૈઝ એપાર્ટમેન્ટ ના રહીશોએ સરવેનો વિરોધ કરી પરિવારના કોઇ સભ્યની સ્વાસ્થ્ય અંગેની માહિતી આપી ન હતી. પાલિકા દ્વારા રહીશોને સમજાવવા છતાં તેમની એક માનવામાં આવી ન હતી.
પાલિકાએ અપીલ કરી છે કે, રહીશો સરવેમાં પાલિકાને મદદ કરે નહીંતર, આ વિસ્તારમાં સ્થિતિ હજુ વણસી શકે છે. પાલિકાના ડોર ટુ ડોર હોમ સરવેલન્સને લઇ લઘુમતી સમાજમાં કોઇ ગેર માન્યતા કે અફવા ઉડી હોવાનું કહેવાય છે પરીણામે અહીં વસતા લોકો ને સમજાવવા ભારે પડી રહ્યું છે. આમ સુરત માં દિનપ્રતિદિન સ્થિતિ વિકટ બની રહી છે અને ગેરમાન્યતાઓ એ કબ્જો જમાવતા તંત ને કામ કરવામાં તકલીફ ઊભી થઈછે
