સુરત ના વરાછા નજીક લસકાણા ખાતે આવેલ એક સાયકલ સ્ટોરમાં વહેલી સવારે આગ લાગતા ભારે નાસભાગ મચી હતી. બનાવ અંગે ફાયર વિભાગ ને જાણ કરાતા કામરેજ ફાયર સ્ટેશનના અધિકારી પ્રવિણ પટેલ ઘટના સ્થળે દોડી ગયા હતા અને એક કલાક ની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. આગ માં નવા ટાયર ટ્યુબ સહિત નો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આ દુકાન ભાડા ઉપર ચલાવતા ઉકાભાઈ કુરજીભાઈ ઠેસિયા ની હોવાનું જાણવા મળ્યું છે, દુકાન માં 200 નંગ નવા ટાયર અને 300 નંગ ટ્યુબ સાથે કોમ્પ્રેસર મશીન અને વાયરીંગ સહિતનો સામાન સ્વાહા થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.
