સુરત માં હમણાં હમણાં દારૂ , જુગાર ના અડ્ડા માં પોલીસ હપ્તા ખાતી હોવાની વાતો લાઈમ લાઈટ માં છે કારણ કે પોલીસ ના હપ્તા નું સેટિંગ કરનાર સિમ્પી નામનો કોન્સ્ટેબલ પકડાયો છે તો બીજી તરફ વરાછા માં અડ્ડો ચલાવતા હોવાનું માણી પોલીસ જેને ઉંચકી ગઈ હતી તે આરોપી ઘરે પાછો નહીં આવતા મૃતક ના પરિવાર જનો એ ન્યાય ની માંગ સાથે લાશ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો છે.
વરાછા પોલીસ સ્ટેશનના લોકઅપમાં મંગળવારે બપોરે એક આરોપીનું મોત નિપજ્યું હતું. આરોપી દારૂ જુગારનો આંકડો ચલાવે છે એવું કહીને પોલીસ પોલીસ સ્ટેશને લાવી હતી. ત્યારબાદ તેના વિરુદ્ધ સીરપીસી 151 કર્યું હતું.પરિવારનો આક્ષેપ હતો કે તેને માર માર્યો હતો. જ્યારે પોલીસનું કહેવું છે કે, ખેંચ આવવાથી આરોપીનું મોત નિપજ્યું છે. જોકે, આજે પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી પોલીસ સામે ગુનો નોંધવાની માંગ કરી છે અને સ્મીમેર હોસ્પિટલ ખાતે ધરણા પર બેસી ગયા છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે, વરાછામાં એ.કે.રોડ પર રીવર વ્યુ એપાર્ટમેન્ટમાં રહેતા દીપક વિનોદ મોદીને સર્વેલન્સ સ્ટાફ દ્વારા પ્રિવેન્ટીવ એક્શન લેવા માટે પોલીસ સ્ટેશને લાવી હતી. દીપક વિરુદ્ધ સીઆરપીસી 151 કરવામાં આવ્યું હતું. તેને લોકઅપમાં રાખવામાં આવ્યો હતો. દોઢેક વાગે દીપકને ખેંચ આવતા તેને હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં તેનું મોત નિપજ્યું હતું. પોલીસે અકસ્માત મોતનો બનાવ નોંધીને તપાસ શરૂ કરાઈ છે. પોલીસે સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ સામે ઇન્ક્વેસ્ટ પંચનામું ભરીને પેનલ ડોક્ટરથી વીડિયોગ્રાફી સાથે પોસ્ટમોર્ટમ કરાશે.
દીપક વિનોદ મોદીના પુત્ર કરણે જણાવ્યું હતું કે, મારા પિતા દારૂ અને જુગારનો આંકડો રમાડતા ન હતા ,પરંતુ મારા પિતા ખમણ અને લોચાના વ્યવસાય સાથે સંકળાયેલા હતા અને પોલીસ તેમને લારી પરથી ઉપાડી ગઈ હતી. જે પોલીસ પિતાને ઉપાડી ગઈ એની સામે ફરિયાદ દાખલ કરી યાય નહીં મળે ત્યાં સુધી પિતાનો મૃતદેહ નહી સ્વીકારીએ. હાલ પરિવારજનો દ્વારા સ્મીમેર હોસ્પિટલ ખાતે ધરણા હાથ ધરવામાં આવ્યા છે. આમ ફરી એકવાર પોલીસ ભેખડે ભરાઈ છે ત્યારે હવે આ પ્રકરણ વિવાદી બન્યું છે.
