સુરત ના બેગમપુરા ખાતે આવેલા દ્વારકા હાઉસ નામના તૈયાર સાડીના જથ્થો રાખવાના ગોડાઉન માં મધરાત્રે અચાનક આગ ફાટી નીકળતાં ભારે દોડધામ મચી ગઇ હતી. બનાવ ની જાણ થતાંજ ફાયર ફાયટર ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્રણ માળ સુધી પ્રસરી ગયેલી ભયાનક આગને પાંચ કલાક બાદ ભારે જહેમત બાદ કાબૂમાં લીધી હતી. જોકે આગમાં લાખો ની નુકશાની નો અંદાજ લાગવાઈ રહ્યો છે, આગ એટલી ઉગ્ર હતી કે બાજુના કાબરા હાઉસને પણ પોતાની લપેટમાં લઈ લેતાં પહેલા અને બીજા માળે સ્ટોરેજ કરાયેલો સાડીનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. આ દુર્ઘટનામાં સાડીનો જથ્થો ભરેલો એક ટેમ્પો પણ આગ માં સ્વાહા થઈ ગયો હતો આ આગમાં બે હાઉસના પાંચ માળ બળીને ખાખ થઈ ગયા છે.મધરાત્રે લગભગ સવાબે વાગ્યાના અરસામાં ફાયર વિભાગને કોલ મળ્યો હતો. બેગમપુરામાં ગ્રાઉન્ડ સાથેના 3 માળ ભડભડ સળગી રહ્યા હોવાની જાણ કરાઈ હતી. ઘટનાની જાણ બાદ ફાયર વિભાગના 7 ફાયર સ્ટેશનની 17 ગાડી તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને માંડ આગ ને કાબૂમાં લીધા બાદ તપાસ કરતાં દ્વારકા હાઉસના બિલ્ડિંગ સ્ટ્રક્ચરને પણ ભારે નુકસાન થયું હોવાનું બહાર આવ્યું છે સદ નસીબે આગ માં કોઈ જાનહાની થઈ ન હતી પણ મોટું આર્થિક નુકશાન થયું છે.
