એક મોટા સમાચાર આવી રહ્યા છે અને કચ્છ માંથી અત્યાર સુધી મોટા પાયે ડ્રગ્સ નો જથ્થો મળી આવ્યા બાદ સુરત ના હજીરામાં આવેલા અદાણી પોર્ટ પરથી કરોડો ની કિંમત નો મોટો ડ્રગ્સ નો જથ્થો હાથ લાગ્યો હોવાનું જાણવા મળ્યું છે, DRIએ બાતમીના આધારે પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હોવાની વાત સામે આવી રહી છે. બાતમીના આધારે પાડેલી રેડ દરમિયાન 225એમજી ટ્રમડોલ ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું હોવાના અહેવાલ છે.હજીરાથી આફ્રિકા આ ડ્રગ્સનો જથ્થો મોકલવામાં આવી રહ્યો હોવાની બાતમીના આધારે રેડ કરાઈ છે. હાલ DRIએ ચાર લોકોની અટકાયત કરીને પુછપરછ હાથ ધરી છે.
