આપણા દેશી તંત્ર ના છબરડા એવું તો પ્રકાશ માં આવી રહયા છે કે તે જોઈ ચક્કર આવી જાય સુરત માં ડોઝની અછતના લીધે સ્લોટ બુકિંગ ન મળવાની ફરિયાદો વચ્ચે એક ચોંકાવનારી ઘટના સામે આવી જેમાં એક યુવક ને વેકશીન લીધા વગર જ ડોઝ સર્ટિ. મળતા ચોંકી ઉઠેલા યુવકે પોતાના ભાગની રસી ગુમ થયા અંગે પોલીસ ને જાણ કરી હતી. વિગતો મુજબ પુણાગામના ગીતાનગર ખાતે રહેતા જેનીત ભરત પેથાણી તા. 7મી સપ્ટેમ્બરે કોવિન વેબ પર રજિસ્ટ્રેશન કરાવી સ્લોટ બુક કરાવતા 8મીનું સાયણ DRGD શાળામાં વેક્સિન ડોઝનું બુકિંગ મળતા વેકશીન લેવા જેનીત સેન્ટર પર પહોંચ્યો ત્યારે માત્ર ત્યાં ત્રણ લોકો જ હાજર હતાં. તેઓએ રસી પુરી થયાનું જણાવી જેનિત ને સાયણ CHC જવા માટે જણાવતા જેનિત
ત્યાં પહોંચ્યો હતો પણ એપોઇન્ટમેન્ટ જ્યાંની હોય ત્યાં જ રસી લેવા જણાવી દેવાતાં આખરે કંટાળી ને જેનીતે ઘરે આવી ફરી એપોઇન્ટની પ્રક્રિયા કરતાં ફોન નંબર સબમિટ કરતાં 8મી સપ્ટેમ્બરે બેચ નં-4121એએ013એમ હેઠળ પહેલો ડોઝ લેવાયાનું સર્ટિ.ડાઉનલોડ થયું હતું. તપાસ કરતા સાયણ સેન્ટર પર અમિષાબેને રસી આપ્યાનો ઉલ્લેખ હતો.
આ જોઈ ચોંકી ઉઠેલા જેનિતે તેમના નામે ફાળવાયેલો ડોઝ તેમને મળ્યો નથી અને તે ગુમ થયાની શક્યતા લાગતા જેનીતે ઓલપાડ પોલીસને અરજી આપી હોવાનું પણ જાણવા મળ્યું છે.
આમ તંત્ર ની બેદરકારી ને લઈ યુવક ને વેકશીન નહિ અપાઈ હોવાછતાં તે યુવકે વેકશીન લીધી હોવાનો રેકોર્ડ ઉપર બોલતા આ પ્રકરણ વિવાદી બન્યું છે.
