સુરત શહેર અને જિલ્લાના અલગઅલગ પોલીસ હદ વિસ્તારમાં નકલી પોલીસ બની રસ્તે જતા લોકોને ઉભા રાખી તોડ કરી મોબાઈલ તેમજ વાહનો ડિટેઇન કરનાર ઠગ ફિરોઝ ઉર્ફે ચીકના વિરુદ્ધ પલસાણા પોલીસ મથક તેંમજ કડોદરા પોલીસ મથકમાં છેતરપિંડીના 3 ગુના નોંધાયા બાદ પલસાણા પોલીસે દાખલ કરેલી ચાર્ટશીટ અને સરકારી વકીલના દલીલને ગ્રાહ્ય રાખી પલસાણા નામદાર જજે તમામ ગુનામાં જુદીજુદી સજા મળી કુલ 15 વર્ષની સજા ફટકારી છે.
આરોપી ફિરીઝ ઉર્ફે ચીકન મૂળ દમણનો રહેવાસી છે અને હાલ તે પલસાણાના કરણ ગામે બીજા લગ્ન કરી રહેતો હોવાની વાત સામે આવી છે. તે નકલી પોલીસ બનીને વાહન પડાવી લેતો હતો.
પલસાણા અને કડોદરા પોલિસ મથકમાં અલગ અલગ 4 ગુના નોંધાયા હતા, પલસાણા પોલીસે ફિરોઝ ઉર્ફે ચીકના વિરુદ્ધ મજબૂત ચાર્ટશીટ તૈયાર કરી તેમજ પુરાવા સાથે પલસાણા અધિક જ્યુડિસ્યલ મેજિસ્ટ્રેટ ફસ્ટ ક્લાસ કોર્ટેમાં રજૂ કરવામાં આવ્યો હતો
જ્યાં નામદાર કોર્ટે ફિરોઝ ઉર્ફે ચીકનાને અલગ અલગ ગુનામાં પાચ વર્ષ અને છ વર્ષ તેમજ ચોરીના અન્ય બે ગુન્હામાં બે બે વર્ષની સજાનો હુકમ મળી કુલ 15 વર્ષની સજા ફટકારવામાં આવી હતી.