સુરત પોલીસ કમિશનર આર. બી. બ્રહ્મભટ્ટના જમાઈ અને તેમની દીકરી ને અમદાવાદ માં કડવો અનુભવ થયો હતો અને અહીંના સ્થાનિક દેસાઈ બંને ને માર મારતા મામલો પોલીસ મથક માં પહોંચ્યો હતો. વિગતો મુજબ સુરત પોલીસ કમિશનર બ્રહ્મભટ્ટ ના જમાઈ હર્નિલભાઈને પેટની તકલીફ હોવાથી તેઓ પોતાના પત્ની આરતીબેન અને પરિવારની એક મહિલા સાથે અમદાવાદ એસ.જી. હાઈવે પર આવેલ એક ક્લિનિક ઉપર ગયા હતા ત્યારે તેમની ગાડી નજીક ના ઘર પાસે પાર્ક કરી હોઇ તે ગાડી ત્યાંથી હટાવી લેવા મુદ્દે બે શખસોએ આર. બી. બ્રહ્મભટ્ટના જમાઈ અને ડ્રાઈવર જયેન્દ્રસિંહ રહેવર પર લાકડી અને કમરપટ્ટાથી હુમલો કર્યો હતો. તેમની દીકરી સાથે પણ ઝપાઝપી કરી પરિવારની એક મહિલા સાથે પણ મારામારી કરી હતી.
બંને શખ્સે ગાડી તેમના ઘર પાસેથી હટાવી લેવા બાબતે ઝઘડો કરી તે ગાડીની હવા પણ કાઢી નાખી હતી. જેથી આ અંગે જયેન્દ્રસિંહે હર્નિલને વાત કરતા તેઓ બહાર આવ્યા ત્યારે તે બંને યુવાનોએ તેમને પણ ગાડી હટાવી લેવા કહી બોલાચાલી કરી મારામારી કરી હતી. આ અંગે આરતીબેને પોલીસને ફોન કરતા વસ્ત્રાપુર પોલીસ બંને હુમલાખોરને પકડીને લઈ ગઈ હતી. બંને આરોપીનું નામ પરેશ દેસાઈ અને આશિષ દેસાઈ હોવાનું જાણવા મળ્યું હતું. જયેન્દ્રસિંહની ફરિયાદના આધારે વસ્ત્રાપુર પોલીસે બંનેની ધરપકડ કરી હતી. આમ હવે લોકો માં પોલીસ નો કોઈ ડર રહ્યો ન હોવાનું સામે આવી રહ્યું છે.
