જનતા સારી સુવિધાઓ માટે પૈસા ચૂકવે છે અને જનતાના લાખ્ખો રૂપિયા સરકારી તિજોરીમાં જમા થાય છે પણ જનતાને જ્યારે પૂરતી સુવિધાઓ મળતી નથી ત્યારે તે લાખ્ખો રૂપિયા ક્યાં વપરાતા હશે તે અંગે લોકોમાં સવાલો ઉઠતા રહે છે.
સુરતમાં પહેલાજ વરસાદે મોટાભાગના વિસ્તારોમાં રોડ તોડી નાખ્યા છે મતલબકે રોડ ધોવાઈ ગયા છે,આવા મોટા મોટા ખાડાઓમાં વાહન ચલાવવાનું લોકો માટે મુશ્કેલ બન્યું છે.
સુરત શહેરના યુએમ રોડ, હનીપાર્ક રોડ, રાંદેર-પાલનપુર રોડ, કતારગામ રોડ, વરાછા, પુણા રોડ, ઉધના, અઠવા સહિતના વિસ્તારોના રસ્તાઓ તેમજ સેન્ટ્રલ ઝોનના મોટાભાગના રોડ તૂટી ગયા છે
કતારગામ ઓવર બ્રિજ પર ખાડા પડતાં સિમેન્ટના રસ્તા પર ડામરના થિંગડા મારવાની જે કોશિશ થઈ છે તે તંત્રનું બુધ્ધિ નું પ્રદર્શન કરે છે તો ઉધના-લિંબાયત આરઓબીના એપ્રોચ રોડ-જિલાણી બ્રિજ એપ્રોચ રોડ સહિતના બ્રિજ પર ખાડા અને એપ્રોચ રોડ તૂટ્યા છે.
હજુતો વર્ષના પહેલા જ બધું બન્યુ અને તૂટ્યું છે, વરસાદમાં રેતી, કપચી, ડામર અલગ થઈ ગયેલા નજરે પડે છે ત્યારે પાલિકાની લાલિયાવાડી છતી થઈ ગઈ છે.
સેન્ટ્રલ ઝોન, કતારગામ, વરાછા, ઉધના, અઠવા, રાંદેર વિસ્તારમાં રસ્તાઓ તૂટવા છતાં ત્યાં તાકિદે રિપેરિંગ કામગીરી હાથ ધરાઇ નથી.પરિણામે વરસાદના પાણી આ ખાડાઓ માં ભરાશે તો અકસ્માતમાં જનતાએજ ભોગવવાની નોબત આવશે.
પાલિકાએ અઠવામાં કોન્ટ્રાક્ટ ફાળવ્યો હોવા છતાં રિપેરિંગ કામ યોગ્ય રીતે કરાયું નહિ હોવાની પોલ ખુલી પડી ગઈ છે.
આમ સુરતની વાત કરવામાં આવે છે ઠેરઠેર ખાડાઓની ભરમાર જોવા મળી રહી છે.