ભાજપના સુરત શહેર ઉપપ્રમુખ શર્માજી એ આપઘાતનો પ્રયાસ કરતા ભારે ચકચાર મચી ગઇ છે. નિવૃત IT અધિકારી પીવીએસ શર્માએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. શર્મા ભાજપના ભૂતપૂર્વ કોર્પોરેટર પણ છે. ઉમરામાં ગઈ કાલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. શર્માએ ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો છે. હાલ શર્માને અઠવાગેટ સ્થિત ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ શર્માની હાલત ગંભીર છે. નોંધનીય છે કે શર્માની ઓફિસે અને ઘરે 24 દિવસ અગાઉ ITએ રેડ પાડી હતી અને ત્યારબાદ તપાસ ચાલુ હતી.
