સુરતઃ હાલ માં ચાલી રહેલા મંદી ના માહોલ સુરત માં મોંઘીદાટ કારો રમકડા ની જેમ અમીર વર્ગ ખરીદી રહ્યો છે તે જોતા આપણા દેશ માં ગરીબ દિવસે દિવસે વધુ ગરીબ અને અમીર દિવસે દિવસે વધુ અમીર બનતો જઈ રહ્યો છે લોકો રાજકારણ માં પૈસા બનાવવા માટે આવે છે અને કરોડો રૂપિયા બનાવી પોતાનું કરી નાખે છે ખાસ કરીને મધ્યમ વર્ગ ની સ્થિત કફોડી છે તેઓ આખું ઘર કમાય ત્યારે માંડ ઘર ચાલે તેવી સ્થિતિ છે તો બીજી તરફ પૈસાવાળા કરોડો ની કિંમત ની ગાડીઓ ખરીદી રહ્યા છે આજ ભેદ બતાવે છે કે દેશ ની સ્થિતી કેવી છે હાલ માં જ મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ માર્ટન શ્વેન્ક અને ઈમરાલ્ડ મોટર્સના એમડી કે.એમ.ઠક્કરે મીડિયા ને માહિતી આપતા જણાવ્યું હતું કે,સુરત બિઝનેસ સિટી છે અને ટોપ-5 સેલિંગ સિટીમાં સુરતનો સમાવેશ થાય છે તેમ વેસુ-અલથાણ રોડ પર મર્સિડિઝ બેન્ઝે એક જ દિવસમાં બે નવા અધતન આઉટલેટનું ઉદ્દઘાટન કરતાં ઉમેર્યુંહતું.
ગુજરાતમાં અમદાવાદ પછી સુરતમાં અમારો ગ્રોથ રેશિયો વધુ છે. શક્યતાં એવી પણ છે કે આવનારા દિવસમાં આ ગ્રોથ રેશિયો સુરતમાં વધી શકે. વધુ ઉમેરતાં જણાવ્યું હતું કે, 0 કિમી ચાલેલી કાર જ્યારે કસ્ટમરને તેના ડોર સ્ટેપ પર મળે તેવી ઈચ્છા અમે પૂરી કરીયે છે. અમારી સિડાન સેગમેન્ટમાં ઈ-ક્લાસ અને એસયુવી સેગમેન્ટમાં જીએલસી સુરતમાં વધુ પ્રખ્યાત છે. સુરતમાં વધતાં ગ્રોથને જોઈને જ એક દિવસમાં અમે 98 અને 99 નંબરના એમ બે શો રૂમ સુરતમાં શરૂ કર્યા છે. આ સાથે મર્સિડિઝ ઈન્ડિયાના એમડીએ જણાવ્યું છે કે, આ વર્ષના અંત સુધીમાં મર્સિડિઝ 10 નવી પ્રોડક્ટ પણ લોન્ચ કરવા જઈ રહ્યા છે.ગુજરાત મર્સિડિઝ-બેન્ઝ માટે ટોચનાં પાંચ બજારો પૈકીનું એક છે અને અમારા સેલ્સ વોલ્યુમમાં 10 ટકાથી વધારે પ્રદાન કરે છે. ગુજરાતમાં સુરત બીજું સૌથી મોટું બજાર છે.
આમ મંદી માત્ર મધ્યમ વર્ગ ને નડી રહી હોવાનું સપાટી ઉપર આવી રહ્યું છે.
