સુરત માં આત્મહત્યા કરનાર PSI અમીતા જોશી ના નશ્વર દેહ ને સાસરીયા ને નહિ સોંપી પિતા વતન જવા રવાના થયા હતા.સુરતમાં સર્વિસ રિવોલ્વરથી મહિલા પીએસઆઈ અમિતા જોશીએ આપઘાત કરી લીધા બાદ સાસરીયા ના મતભેદો સપાટી ઉપર આવ્યા છે અને અમીતા જોષી એ કરેલી આત્મહત્યા બાદ સાસરિયાં અને પિયરવાળા વચ્ચે મનદુઃખ થયાનું સામે આવ્યું છે. ગત રોજ પોસ્ટમોર્ટમ બાદ પરિવારને અમિતાનો મૃતદેહ સોંપવામાં આવ્યો ત્યાર બાદ ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય પણ આપવામાં આવી હતી. જોકે ત્યાર બાદ અમિતાના પિતા પોતાની પુત્રી અમિતાના મૃતદેહને લઈને વતન અમરેલી જિલ્લાના ધારી લઈને જતા રહ્યા હતા. અંતિમસંસ્કાર સુરતમાં ન કરાયા હતા. આજે ધારીમાં અંતિમસંસ્કાર કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
પીએસઆઇ અમીતા જોશી ને નોકરી છોડી દેવા માટે ઘરમાં દબાણ કરવામાં આવતું હોવાની વાત પણ ચર્ચામાં રહી છે અને ઘર માં કંકાસ ને લઈ અમીતા જોષી સતત ટેંશન માં રહેતા હોય આત્મહત્યા કરી લીધી હોવાની વાત સાથે પિતા પોતાની પુત્રી ના મૃતદેહ ને લઈ પોતાના વતન જતા રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
