સુરતમાં કોરોના એ ઉપાડો લીધો છે અને ગત સાંજ સુધીમાં વધુ બે અને જિલ્લાની 1 પોઝિટિવ મહિલા દર્દી સહિત કુલ ૩ના મોત થયા હોવાની હકીકત બહાર આવી છે કોરોના ના શહેર માં 26 અને જીલ્લાના 5 મળી કુલ 31 નવા પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા.પોઝિટીવ નોંધાયેલા કેસોમાં રાંદેર રોડના ઓર્થોપેડીક તબીબ ડૉ. નયન ભટ્ટ, એ.પી.એમ.સીમાં શાકભાજીની દુકાન ધરાવતા અડાજણના કેતન અરૂણકુમાર દલાલ ઉપરાંત શહેરના ચૌટા બજાર વિસ્તારમાં આવેલી સુરત જનરલ હોસ્પિટલના બે મેલ નર્સ અને આરોગ્યમંત્રીની સોસાયટીમાં રહેતા 2 વર્ષના બાળકે નક્ષીત વાવીયાનો પણ સમાવેશ થાય છે. વરાછા-એ ઝોનના કોવીડ કેર સેન્ટરમાં કોરોન્ટાઇન રાખવામાં આવ્યા હોય તેવા બે વ્યકિતઓનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. શહેરમાં કુલ પોઝિટિવની સંખ્યા 581 થઇ છે, જ્યારે જીલ્લાના નવા 5 સાથે કુલ પોઝિટિવની સંખ્યા 26 થઇ છે. જયારે સુરત શહેર-જીલ્લાના કુલ પોઝિટીવ કેસોની સંખ્યા 607 પર પહોંચી ગઈ છે.આરોગ્યમંત્રી કુમાર કાનાણીના વિષ્ણુનગરમાં પણ 2 વર્ષના બાળકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.નક્ષીત રોહિત વાવીયા મંત્રીની સોસાયટીના ઘર નંબર 39માં રહે છે. આમ હવે સુરત માં કોરોના એ આરોગ્યમંત્રી ની સોસાયટી સુધી દસ્તક દેતા અહીંના રહીશો માં ભારે ચિંતા નો માહોલ જોવા મળી રહ્યો છે
