કોરોના માં સુરત માં હીરા ઉદ્યોગ બજાર અને ટેક્સટાઇલ માર્કેટ ને ભારે નુકશાન પહોંચ્યું છે ત્યારે ઠપ થઇ ગયા ત્યારે સુરત ખાતે કાપડના બજારના વેપારીઓની માગ સ્વીકારી લેવામાં આવતા વેપારીઓ માં દિવાળી માં બે પૈસા કમાવા ની આશા જાગી છે તંત્ર દ્વારા હવેથી સુરત કાપડ બજાર ને સવારે 10થી રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લા રાખવા પરમિશન આપી છે.સાથેજસુરતના કાપડ બજારના વેપારીઓની માંગનો સ્વીકાર પણ થઈ ગયો છે.
સુરત મહાપાલિકા કમિશનરે ગાઈડલાઈન સાથે આપી આ મંજૂરી આપી હોવાનું જાણવા મળ્યુ છે.
રાજ્યમાં દિવાળી ના તહેવારોની મોસમ આવી રહી છે. નજીક માં જ નવરાત્રી અને બાદમાંદિવાળીનો તહેવાર નજીક આવતો હોવાના કારણે વેપારી એસોસિયેશન દ્વારા શહેરની કાપડ બજારનો સમય વધારવા માટે માગ કરવામાં આવી હતી જેને તંત્ર દ્વારા કેટલાક નિયમો પાળવાની શરતે છુટછાટ અપાઈ છે પરિણામે વેપારીઓ માં ખુશી નો માહોલ છવાયો છે.
