સુરત માં ભારે ચર્ચાસ્પદ બનેલા અને ITના સમન્સ મળ્યાં બાદ ટ્વિટર પર જ્વેલર્સ પર મની લોન્ડરિંગનો આરોપ મુકનાર પૂર્વ આઇટી અધિકારી અને શહેર ભાજપના અગ્રણી પીવીએસ શર્મા ને આવકવેરા વિભાગે અજગર ભરડો લેતા હવે તેઓ સામી દિવાળી એ બરાબર ના ભેરવાઈ પડ્યા છે અહીં તેમની કોઈ લાગવગ કામ લાગી નથી. નોટબંધી દરમિયાન બ્લેકના વ્હાઇટ થયા હોવા મુદ્દે ભારે હોબાળો મચાવનાર શર્મા હવે પોતેજ જ મની લોન્ડરિંગ અને શેલ કંપનીના ચક્કર માં ફસાઈ ગયા છે. તપાસ દરમ્યાન પ્રથમ દિવેસ જ તેઓની દસ જેટલી મિલકતો નો મામલો બહાર આવ્યો છે ,જેની બજાર કિંમત રૂ 40થી 50 કરોડની હોવાનું મનાય છે તે સિવાય મુંબઇની એક કંપનીમાંથી તેઓ મહિને દોઢ લાખનો પગાર મેળવતા હોવાની વાત સામે આવી છે. તેઓ અત્યાર સુધી 90 લાખનું કમિશન પણ મેળવી ચુક્યા છે અને બિલ્ડર ભરત શાહ સાથે પણ એક કન્સ્ટ્રકશન કંપનીમાં તેઓ સામેલ હોય હવે ભરત અને ધવલ શાહ સુધી તપાસ નો દૌર શરૂ થયો છે. બીજી તરફ ગુરુવારની વહેલી સવારે શર્મા ઘર નજીકના રસ્તાં પર બેસી આઇટી કામગીરીનો વિરોધ કર્યો હતો. શર્માએ વર્ષ 2005-06 VRS લીધુ ત્યારે ઇન્સ્પેક્ટરનો પગાર સ્કેલ 60 હજારની નજીક હતો. શર્મા નું આઇટીમાં 90ના દાયકામાં પોસ્ટિંગ થયું હતુ. તેઓ યુનિયનમાં પણ રહ્યા હતા. ઇન્સ્પેકટર તરીકેની કારકિર્દીમાં તેઓ એસેસમેન્ટ અને ઇન્વેસ્ટિગેશન વિંગમાં રહ્યા હતા. 2001 થી 2004માં ઓલ ઇન્ડિયા ગુજરાત સર્કલમાં પ્રમુખ પણ રહી ચૂકાયા હતા, 2004થી 2007 સુધી ઓલ ઇન્ડિયા ઇન્કમટેક્સ ઓફિસર્સ ફેડરેશનના ઉપ પ્રમુખ પણ રહી ચૂકયા હતા. બાદમાં એમએલએ ઇલેકશન લડવાના ચક્કરમાં વીઆરએસ લઇ લીધુ હતુ અને બાદમાં ટીકીટ મળી નહતી. ત્યારબાદ તેઓ સક્રિય રીતે 2007માં ભાજપમાં જોડાયા હતા. 2010થી 2015ની ટર્મમાં કોર્પોરેટર પણ રહી ચૂકયા હોવાની હકીકત બહાર આવી છે, આમ ઉચ્ચ અધિકારી રહી ચૂકેલા અને રાજકારણ માં વગ ધરાવતા શર્મા ની કોઈ લાગવગ કામ આવી નથી અને શિકારી ખુદ શિકાર બન ગયા હોવાનું સપાટી ઉપર આવ્યું છે.
