સુરત માં પતિના લાંબા આયુષ્ય માટે કડવા ચોથ ના વ્રત દરમ્યાન આગ લાગતા એક પરિવાર ને સામી દિવાળી એ રૂ.2 લાખ નું નુકશાન થયું હતું.
સુરત ના ડિંડોલી વિસ્તારમાં રહેતા યુપીવાસી પરિવારના ઘરમાં બુધવારે રાત્રે કડવા ચોથની ઉજવણી દરમિયાન આગ લાગી હતી,પતિના લાંબા આયુષ્ય માટે મહિલા દ્વારા કડવા ચોથનું વ્રત કરી રાત્રે પૂજા માટે સજાવેલી થાળીમાં દિવડો કરી આરતી ઉતારવામાં આવે છે. બાદમાં પરિવારના સભ્યો સળગતા દિવા સાથેની થાળી ટેબલ પર મૂકીને નીચે આવેલા રૂમ માં જમવા ગયા તેવે સમયે દિવાની જ્યોતથી ઉપર ના માળે લાગેલી આગ સમગ્ર ઘરમાં જોતામાં પ્રસરી જતા ભારે દોડધામ મચી હતી
રાત્રે લગભગ 11 વાગે લાગેલી આગમાં પરિવારના સાત સભ્યોનો આબાદ બચાવ થાય છે જ્યારે આગ માં ઘર વખરી સહિત ઓરીજનલ ડોક્યુમેન્ટ અને રોકડા રૂપિયા 25 હજાર પણ સામી દિવાળીએ આગમાં બળી ગયા છે. ઘર માલિક અચ્છેલાલ તિવારીએ જણાવ્યું કે આગમાં લગભગ 2 લાખનું નુકશાન થયું છે.
ઘટના ની જાણ થતાં જ ફાયરના જવાનોએ તાત્કાલિક દોડી આવી આગ કાબૂમાં લીધી હતી.
આગ માં પહેલા માળનો આખો રૂમ બળીને ખાક થઈ ગયો હતો. જોકે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાય ન હતી. પરંતુ ઘર વખરીનો સામાન, ગાદલા, ઓરીજનલ પેપર, સહિત રોકડ રૂપિયા 25 હજાર પણ બળી ગયા હતા. આ દુર્ઘટનામાં લગભગ 2 લાખનું નુકશાન થયું હોવાનું કહી શકાય છે. તેઓ ઉત્તર પ્રદેશ સુલતાનપુરના રહેવાસી હોવાનું અને વર્ષોથી સુરતમાં રહેતા હોવાનું જાણવા મળ્યું હતું.
