સુરત ના ઉધના પટેલનગર ત્રણ રસ્તા નજીક જ્યારથી લોકડાઉન ચાલુ થયુ ત્યારથી એક ઈસમ પોલીસ જેવો દેખાવ ઉભો કરી લોકો ને ઉઠકબેઠક કરાવતો હતો અને લાકડી ના સપાટા પણ મારતો હતો અત્યારસુધી તો તેની ભક્તિ ચાલી ગઈ પણ પોલીસ ને ગેસ સિલિન્ડર જેવી આવશ્યક હેરાફેરી કરતા કર્મચારીઓ ને નહિ અટકાવવા ના જાહેરનામા ની આ ભાઈ ને ખબર પડતી ન હતી અને ગેસ ના બાટલા લઈ જતા યુનુફોર્મ ધારી કર્મચારીઓ ને અટકાવી તેઓ ને ઉઠકબેઠક કરાવતા કોઇ એ વિડીયો ઉતારી વાઇરલ કરતા અસલી પોલીસે આ વીડિયો જોતા મામલો બહાર આવ્યો હતો અને નકલી પોલીસ ને ઝબ્બે કરી પાંજરે પુરી દીધો હતો તપાસ દરમ્યાન આ ઈસમ 45 વર્ષિય હીરાલાલ છીતરમલ શર્મા હોવાનું અને ઉધના,આશાનગર માં શિવહરી કોમ્પલેક્ષ ના ફ્લેટ નંબર 205 માં રહેતો હોવાનું ખુલ્યુ હતું.
