સુરત માં કોરોના જાગૃતિ માટે લોકો વાઈરસથી ગભરાય નહીં અને જરૂરી સાવચેતી રાખે તે માટે શહેર ના અઠવા ગેટ ખાતે આવેલા પ્લેન સર્કલ ખાતે મૂકાયેલા પ્લેનને 14 ફૂટ લાંબુ અને 5 ફૂટ પહોળું માસ્ક પહેરાવ્યું છે. જે દ્રશ્ય સર્કલથી પસાર થતા લોકો માટે આકર્ષણ નું કેન્દ્ર બન્યું છે, કોરોના અંગે સાવચેતીના ભાગરૂપે શું પગલાં લેવા જોઈએ તેની જાણકારી મળી રહે તે માટે પ્લેનની નજીક જ પોસ્ટરથી જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને માસ્ક પહેરવા સહિત ની બાબતો ઉપર ભાર મુકાયો છે જોકે આ સિવાય એરપોર્ટ અને હોસ્પિટલમાં પણ ખાસ વોર્ડ ઉભા કરી સાવચેતી ના પગલાં ભરવામાં આવ્યા છે.
