સુરત માં એક ચોકવનારા અહેવાલ બહાર આવ્યા છે જેમાં કોરોનાના દર્દીઓ માટે ઉપયોગમાં લેવાતા ટોસીલીઝૂમેબ ઇન્જેક્શનના સુરતમાં ધૂમ કાળાબજાર નું નેટવર્ક ચાલતું હોવાની વાત નો ખુલાસો થયો છે અને જ્યારે આ વાત બહાર આવતા જ રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ ઓથોરિટી વિભાગ દોડતું થઈ ગયું હતું અને એક ડમી વેપારી ઉભો કરીને સ્ટિંગ ઓપરેશન હાથ ધરી કન્ફ્રોર્મ કર્યા બાદ રેડ પાડતાં 40 હજારની કિંમતના ઇન્જેક્શનના 57 હજારથી એક લાખ માં વેચવામાં આવી રહ્યા હોવાનું આખું કૌભાંડ બહાર આવ્યું હતું.
ફૂડ એન્ડ ડ્રગ કમિશનર ડો.એચ.જી.કોશીયાએ પત્રકારો ને જણાવ્યું કે ડમી ગ્રાહક બનાવી કરેલી તપાસ દરમિયાન સુરતની સાર્થક ફાર્મા નામની હોલસેલ એજન્સી દ્વારા રૂ. 40 હજાર ની કિંમતનું ઇન્જેક્શન રૂ. 57 હજારમાં વેચવામાં આવ્યું હોવાની હકીકત બહાર આવી હતી, એજન્સીના લાયસન્સ હોલ્ડર મહિલા ઉમા કેજરીવાલ પાસે ખરીદીના બીલ પણ ન હતા. તેમની પાસેથી ત્રણ ઇન્જેક્શન જપ્ત કરવામાં આવ્યા હતા
પૂછપરછ દરમિયાન તેણે આ ઇન્જેક્શન સુરતની ન્યુ શાંતિ મેડીસીન્સના માલિક મિતુલ શાહ પાસેથી 50 હજારમાં ખરીદ્યા હતા. આ વેપારીએ અમદાવાદની કેબીવી ફાર્મા એજન્સીના માલિક અમિત મંછારામાની પાસેથી ખરીદી તેના 45 હજાર લેખે અમદાવાદ સિવિલ કેમ્પસની ટીબી હોસ્પિટલના કર્મચારી ઘનશ્યામ વ્યાસના એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. આ તમામ સામે વિવિધ કાયદા હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી કરાશે. જોકે, કોરોના ના સમય માં લોકો ને લૂંટવાના આ બે નંબર ના ધંધા નો પર્દાફાશ થયા બાદ અત્યાર સુધી કેટલો ધંધો થયો છે અને આ આખી ચેઇન માં કોણ કોણ સામેલ છે વગરે વિગતો તપાસ બાદ બહાર આવવાની સંભાવના વ્યક્ત કરાઇ રહી છે.
