સુરત માં કોરોના ની સ્થિતિ ગંભીર બની રહી છે અને સતત ત્રણ પોઝિટિવ કેસનો વધારો થતાઆંકડો 22 પર પહોંચી જવા સાથે આજે એક જ દિવસમાં બે ના મોત થતા તંત્ર માં ચિંતા પ્રસરી છે અનેપાલિકા કમિશનરે ચેતવણી આપી છે કે, જો આમ જ કેસ વધશેતો આવનાર દિવસો મુસીબત લાવી શકે છે કોરોનાની શંકા ગર્ભવતી મહિલાએ સાડા આઠ માસે આઈસોલેશન વોર્ડમાં બાળકને જન્મ આપ્યો છે. હાલ માતા-સંતાન એમ બન્નેના સેમ્પલ રિપોર્ટ માટે મોકલાયા છે.જ્યારે પાલિકા કમિશનર દ્વારાઅડાજણ પાટીયાથી ડભોલી બ્રિજ સુધી ફરજીયાત હોમ ક્વોરન્ટીનમાં રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.એક શંકાસ્પદ દર્દી ભાગી જવાનો પણ બનાવ નોંધાયો છે.
સુરત માં કોરોના વાઈરસના પગલે વધુ બે મોત થયા છે. જેમાં રાંદેરના 52 વર્ષના અહેસાન રસીદ ખાન અને બેગમપુરાના 65 વર્ષના રમેશચંદ્ર રાણાનું નો સમાવેશ થાય છે સાથેજ કોરોનાના કારણે કુલ આ ચોથું મોત થયું હોવાનું સામે આવ્યું છે. નિવૃતિની જીંદગી જીવતા અહેસાન ખાન રશિદખાન પઠાણ કોરોનાની સાથે હાયપર ટેન્શન, ડાયબિટિસ અને ડિપ્રેશનના બીમાર હતાં. જ્યારે બેગમપુરા હાથી ફળીયામાં રહેતા રમેશચંદ્ર રાણા કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા નથી. તેમને શરદી, ખાંસી, તાવની ફરીયાદ સાથે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં શંકાસ્પદ લક્ષણો જણાતા સેમ્પલ તપાસ માટે સિવિલમાં મોકલાયા હતા. રવિવારે તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. તેઓના પરિવારના 11 સભ્યોના સંપર્કમાં આવ્યા હોવાથી તમામને ક્વોરન્ટીન છે. આમ સુરત માં સ્થિતિ દિવસો સાથે વિકટ બની રહી છે અને અમદાવાદ બાદ સુરત માં કોરોના વકરી રહયા નું સામે આવતા આરોગ્ય વિભાગ વધુ ગંભીર બન્યું છે.
