દિવાળી બાદ વધેલો કોરોના હવે કાબુ હેઠળ છે અને 1000 થી નીચે કેસ નોંધાઇ રહ્યા છે જોકે,સુરત જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 47716 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 1109 થયો છે. ગત રોજ શહેરમાંથી 135 અને જિલ્લામાંથી 30 મળી 165 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થયા છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 45510 દર્દીઓ સાજા થઈ ચુક્યા છે.
સુરત શહેરમાં નવા નોંધાયેલા કેસમાં સાઉથ વેસ્ટ ઝોનમાં 2 વિદ્યાર્થી, કાપડ દલાલ, ટ્રાવેલર્સ, પ્લાયવુડ વેપારી, જીએસટી ઈન્સપેક્ટર, 2 કાપડના વેપારી, વેસ્ટ ઝોનમાં 2 અગરબત્તીના વેપારી, 2 વિદ્યાર્થી, બેંક મેનેજર, રીક્ષા ડ્રાઈવર, નગર પ્રાથમીક સ્કુલના પ્યુન, ઈસ્ટ ઝોનમાં એમ્બ્રોઈડરી કારખાનેદાર, લોન એજન્ટ, સાઉથ ઈસ્ટ ઝોનમાં ફોટોગ્રાફર, નોર્થ ઝોનમાં આરસીસી પાઈપ વેપારી, જરીના વેપારી, રત્નકલાકાર, સાઉથ ઝોનમાં એલ એન્ડ ટી કર્મચારી અને કાપડના વેપારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ 59 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 24 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 2 વેન્ટિલેટર, 11 બાઈપેપ અને 11 દર્દીઓ ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ 12 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 8 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 1 વેન્ટિલેટર, 4 બાઈપેપ અને 3 દર્દીઓ ઓક્સિજન ઉપર હોવાની વિગતો જાણવા મળી રહી છે.