કોરોના માં ધંધા બંધ થઈ જતા લોકો અન્ય ધંધા તરફ વળ્યા છે તેવે સમયે સુરત ના કતારગામ વિસ્તાર માં ટ્યુશન ક્લાસ ના સંચાલકે કલાસ બંધ થઈ જતા ક્લાસમાં જ જુગાર નો અડ્ડો શરૂ કરી દીધો હતો જેથી જ્યાં બાળકો ભણવા આવતા હતા ત્યાં જુગારીઓ આવવા મંડ્યા હતા પણ આ ધંધો લાંબો ચાલે તે પહેલાજ કતારગામ પોલીસે છાપો મારી ટ્યુશન સંચાલક સહિત 7 જુગારીઓની ધરપકડ કરી 7 ફોન અને રોકડ મળી 64500નો મુદ્દામાલ કબજે કરતા ચકચાર મચી ગઇ છે. બાતમી ના આધારે પોલીસે કતરગામ વિસ્તારમાં આવેલ વી.એન.ગોધાણી સ્કુલની સામે સ્વસ્તિક આર્કેડના પહેલા માળે આવેલા સોનાણી ટ્યુશન ક્લાસીસમાં છાપો મારતા આ મામલો સામે આવ્યો હતો.
કતારગામ પોલીસે સોનાણી ટ્યુશન ક્લાસમાં છાપો મારી સંચાલક ધર્મેશ મનજી સોનાણી(રહે.શાંતિનગર સોસાયટી,નારાયણ નગર પાસે, કતારગામ) ઉપરાંત જુગાર રમતા કાંતી રવજીભાઈ છેડાવડિયા(રહે.અમૃતકુંજ એપાર્ટમેન્ટ, ઓફેરા હાઇટ્સની બાજુમાં, લસકાણા રોડ), લવજી માવજી કાનાણી(રહે.કરૂણાવંતી સોસાયટી,હરીદર્શનનો ખાડો,ચોકબજાર),ધીરુ કાળુભાઈ મકવાણા (રહે. માધવાનંદ સોસાયટી, ધનમોરા ચાર રસ્તા, કતારગામ), સંજય નરેશ ચંદાણી(રહે.ગ્રીનસિટી,પાલ ગામ,અડાજણ), મુકેશ ડાહ્યાભાઈ રાંક(રહે.કૃષ્ણનગર સોસાયટી, લલીતા ચોકડી પાસે, કતારગામ)અને મનસુખ કરસન સંખાવરા(રહે.શ્રીજી સોસાયટી વિભાગ-1,ડભોલી ચાર રસ્તા પાસે)ને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી રોકડા રૂપિયા અને 7 મોબાઇલ ફોન મળીને કુલ 64500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
