સુરત માં ડીમાર્ટ માં નોકરી કરતા એક યુવક નો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા તંત્ર દોડતું થયું છે,વિગતો મુજબ સુરત ના બમરોલી વિસ્તારમાં રહેતો 22 વર્ષીય યુવક પાંડેસરામાં આવેલા ડી માર્ટમાં નોકરી કરતો હતો. નવી સિવિલ હોસ્પિટલમાં આ યુવકને રાખવામાં આવ્યો છે. તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી આ મોલમાં નોકરી કરતા સાથી કર્મચારીઓ અને આ વિસ્તાર ના આ મોલ ગયેલા તમામ લોકોમાં ફફડાટ ફેલાયો છે.શહેરમાં એક નવો કેસ નોંધાતા પોઝિટિવનો આંકડો 11 પર પહોંચ્યો છે. નેગેટિવ 118 નોંધાયા છે. છ વ્યક્તિના રિપોર્ટ પેન્ડિંગ છે. જ્યારે 14 શંકાસ્પદ નોંધાયા છે.આમ સુરત માં હાલ કોરોના ઉપર કાબુ મેળવવા તંત્ર સહિયારા પ્રયાસો કરી રહ્યું છે.
