સુરતના ઇચ્છાપોર વિસ્તારમાં ધમધમતી દેશી દારુની ભઠ્ઠીઓ માં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી…..જેમાં વિસ બેરેલ ભરેલ અખાદ્ય ગોળ પણ આગની ઝપેટમાં આવતા ઓગળીને નષ્ટ થઈ ગયો હતો…ઇચ્છાપોર વિસ્તારમાં લાગેલી આગ બાજુમાં આવેલ ખેતરમાં પ્રસરતા ભારે નુકશાન થયું હોવાનું પણ જાણવા મળ્યું છે….જો કે અહીં ચાલતી દેશી દારુની ભઠ્ઠીઓ મા ઈચ્છાપોર પોલિસ દ્વારા આગ લગાડવામાં આવી હોવાની ચર્ચાઓ હાલ ઉઠી રહી છે……
કાંઠા વિસ્તારમાં આવેલ ઇચ્છાપોર ખાતે આ આગ લાગી હતી…..ડામકાં ગામમાં લાંબા સમયથી દેશી દારુની ભઠ્ઠીઓ ધમધમતી આવી છે….જ્યા મોડી રાત્રે અહીં ચાલતી દેશી દારુની હાટડીઓ પર આગ સળગી ઉઠી હતી….આગ ની જ્વાળાઓ બાજુના ખેતરમાં પ્રસરતા ત્યા પણ ભારે નુકશાન થયું હતું…..ઘટનાની જાણ થતાં રિલાઇન્સ કંપનીના ફાયર ફાયટરની મદદ લેવામાં આવી હતી…..આગ ના પગલે ગામના લોકો પણ મોટી સંખ્યામાં ત્યા દોડી આવ્યા હતા….ભારે જહેમત બાદ રિલાયન્સ ના ફાયર ફાઈટરો દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો..આગ ની ઘટના જ્યાં બની હતી ,ત્યા અખાદ્ય ગોળ ભરેલ વિસ જેટલા બેરેલ પણ આગમાં ભસ્મીભૂત થઈ ગયા હતા…જ્યારે એક જનરેટર મશીન પણ બળીને ખાખ થઈ ગયું હતું…..સ્થાનિક સૂત્રોના જણાવ્યાનુસાર લાંબા સમયથી ચાલતી દેશી દારુની આ ભઠ્ઠીઓ પર આગ ઇચ્છાપોર પોલીસ દ્વારા લગાડવામાં આવી હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે….