સુરતઃ સુરત માં એક યુવતી ના લાઈવ આત્મહત્યા ના પ્રયાસ નો વીડિયો વાયરલ થતા ગુજરાતભર માં ચકચાર મચી ગઇ છે શું છે આ ઘટના આવો આપને જણાવીશું સુરત ના વરાછા વિસ્તારની એક યુવતિએ આત્મહત્યાનો સોશ્યલ મીડિયા પર લાઈવ પ્રયાસ કરી આત્મહત્યા કરવા પાછળ તેણે ધારૂકા કોલેજના ટ્રસ્ટી કનુભાઈ માવાણી અને ધારૂકા કોલેજ જવાબદાર હોવા અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો. ગરીબ બાળકોને ભણાવવાનું કામ કરતી આ યુવતિ એડમિશનની રજૂઆત લઈને ગઈ હતી. જ્યાં તેણીને કનુ માવાણીએ અપશબ્દો કહ્યાં હતા એવુ વિડીયોમાં જણાવ્યું હતું. વિડીયોમાં એવું જણાવાયું હતું કે મારા મા-બાપ અને ઘરવાળાને ફોન કરીને ડરાવવામાં આવે છે. ઘટના અંગે મળતી માહિતી અનુસાર 15 દિવસ પહેલા યુવતિ ધારૂકા કોલેજમાં અભ્યાસ કરતી અન્ય યુવતિને લઈને પરીક્ષામાં બેસવા ન દેતા હોવાને કારણે કાપોદ્રા પોલીસ સ્ટેશન પહોંચી હતી. પોલીસ દ્વારા ધારૂકા કોલેજના ટ્રસ્ટી કનુભાઈ માવાણીને જાણ કરાતા તેઓ અને આચાર્ય પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં પુછપરછ દરમિયાન અન્ય યુવતિ એક વર્ષથી કોલેજમાં આવતી ન હતી અને ફી પણ બાકી હોવાને કારણે યુનિવર્સિટી નિયમ પ્રમાણે પરીક્ષામાં બેસવા દેવાઈ ન હતી. ત્યારબાદ શુક્રવારે યુવતિએ ધારૂકા કોલેજ અને ટ્રસ્ટી કનુભાઈ માવાણીને કારણે આત્મહત્યા કરતા હોવાનો વિડીયો બનાવ્યો હતો.
‘મોભાદાર વ્યક્તિ આવુ કરશે તો દીકરીઓ કેવી રીતે ભણી શકશે’
તે વીડિયો માં જણાવે છે કે કનુ માવાણીના પ્રેશરથી આત્મહત્યા કરૂ છું. એક તો એ માણસ આટલી મોટી ખુરશી પર બેઠો છે છતાં એમને એક દીકરી સાથે કેવી રીતે વાત કરવી એનુ ભાન નથી. મારી સાથે બધી ઘટના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં બની હતી જેના સાક્ષી પી.આઈ ખુદ છે. મારા મા-બાપને એટલા બધા ડરાવાયા છે કે તેમણે મને બાળકોને ભણાવવાનું છોડી દેવા કીધું. બાળકોને ભણાવવા ગુનો નથી પણ હા તમે જો કોઈ રજૂઆત લઈને જાવ તો મોટામાં મોટો ગુનો છે. સમાજના મોભાદાર વ્યકિત જ આવુ કરશે તો દીકરીઓ કેવી રીતે ભણી શકશે. આખી વસ્તુ મારા મરૂન કલરની નોટબુકમાં તારીખ સાથે લખી છે કે કનુભાઈએ કેવા શબ્દો કીધા છે. મોત કોઈને વ્હાલુ નથી પણ જો મારૂ મોત ક્રાંતિ લાવે છે તો મરવા તૈયાર છું. એડમિશનની રજૂઆત લઈને ગઇ હતી. તેમાં કોઈ જબરદસ્તી ન હતી. છતાંય આવુ વર્તન કરે તો આ દુનિયા મને સમજવા તૈયાર નથી આવતી. કનુભાઈએ આટલા શબ્દો ક્હયાં છતાં મેં રીએક્ટ નહોતુ કર્યું અને છતાં ઘરે ફોન કરીને તમારી દીકરી આમતેમ. આજે મારા મા-બાપને એવુ થાય છે કે મેં મોટા વ્યકિત સાથે પંગો લઈ લીધો છે. બધા બહુ ડરી ગયા છે. તો હું મારા સમાજ કે મા-બાપનો ડર બનવા નથી માંગતી. કદાચ હું મરી જાઉં તો બધાનો ડર ચાલ્યો જશે. ખાસ કરીને એટલા માટે જાન આપું છું. હું મરી જઈશ તો ઘરના લોકોને તકલીફ થશે. ખાસ કરીને મારા બાળકને જેની પાસે બાપ નથી હવે મા પણ નહીં રહે. પણ જો મારા મરવાથી કોઈનું ભલુ થતું હોય તો મરવા તૈયાર છું અને પોતના મોતના જવાબદાર કનુભાઈ માવાણી હશે તેમ વીડિયો માં જણાવી રહી છે. જોકે આ ઘટના બાદ પોતાની પ્રતિક્રિયા માં ધારુકા કોલેજ ના ટ્રસ્ટી કનુમાઈ માવાણી એ જણાવ્યું હતું કેપાંચદિવસ અગાઉ કાપોદ્રા પીઆઈનો ફોન આવતા હું અને કોલેજના આચાર્ય પોલીસ સ્ટેશન આવ્યા હતા. ત્યારે તે યુવતીની સાથે અન્ય એક યુવતી હતી. જેની હાજરી ઓછી હોવા અને ફી ભરી ન હોવાને કારણે પરીક્ષામાં બેસવા દેવાઈ ન હતી તેથી પોતે ફી માફીનું પણ કહ્યું હતું અને પોતે આ બેનને ઓળખતો પણ નથી તેમ જણાવી ઉમેર્યું હતું કે તે બેન ડિપ્રેશનમાં જણાતા હતા
અલબત્ત આ પ્રકરણે ભારે વિવાદ જગાવ્યો હતો અને વીડિયો વાયરલ થયો હતો.
