સુરત શહેરમાં એક પરપ્રતીય યુવાને વાસના સંતોષવા માટે પોતાના પુષ્ટ ભાગ માં ચમચા નો જાડો હાથો નાખી દીધા બાદ ફસાઈ જતા યુવાન ની હાલત ગંભીર બની હતી જેને દવાખાને લઈ જઈ ઓપરેશન કરી ડોકટરો એ હાથો બહાર કાઢ્યો હોવાની વિગતો પ્રકાશ માં આવી છે.
સુરત ના સોસિયો સર્કલ નજીક ડાઈંગ મિલની બાજુમાં આવેલી રૂમમાં એક યુવાને ગુપ્ત ભાગમાં રસોઈમાં વપરાતી કડછી નો હાથો નાખી દેતા સિવિલ લવાયો હતો. વાસના સંતોષવામાં યુવક ગંભીર પરિસ્થિતિમાં મૂકાઈ ગયો હતો. છ કલાક બાદ યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લવાતા તાત્કાલિક ઓપરેશન કરવું પડ્યું હતું.
આ યુવાન અઠવાડિયા પહેલા જ સુરત રોજગારીની શોધમાં આવ્યો હતો
મૂળ યુપીનો અને સુરતમાં સોસિયો સર્કલ નજીક ડાઈંગ મિલની બાજુમાં આવેલી રૂમમાં સંજયકુમાર જયલાલ (ઉ.વ. 29) રહે છે. સંજય અપરિણીત છે. એક અઠવાડિયા પહેલા જ વતન થી મિત્ર પાસે સુરત રોજગારીની શોધમાં આવ્યો હતો. મિલમાં મજુરીનું કામ કરતો હતો. રાત્રે 2 વાગે સંજયે વાસના સંતોષવા ગુપ્ત ભાગમાં કડછીનો હાથો નાખી દીધો હતો.
યુવકની હાલત હાલ સાધારણ
ચમચાનો હાથો ગુપ્ત ભાગમાં ફસાઈ જતા આખી રાત દર્દ સાથે તફડતો રહ્યો હતો. સવારે મિત્ર ને જાણ થતાં તાત્કાલિક મિલના શેઠને જાણ કરી અને તેમની સલાહથી રીક્ષામાં સિવિલ લઈ ગયા હતા. મિલ માલિક પણ સિવિલ દોડી આવ્યા હતા. ડોક્ટરોએ તાત્કાલિક હાથ ધરી હાથો બહાર કાઢ્યો હતો. હાલ સંજયની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
