સુરત ના હીરાબાગ વિસ્તાર માં મોડી રાત્રે એક પોલીસવાળા ને લોકો એ બરાબર નો મેથીપાક ચખાડ્યો હતો. સુરત ના આ વિસ્તાર માં સૌરાષ્ટ્ર માં જવા માટે લોકો મોટી સંખ્યા માં એકત્ર થાય છે પરિણામે અહીં ટ્રાફિક પોલીસ રાત્રી દરમ્યાન ફરજ પર હોય છે, દરમ્યાન ગતરાત્રે પણ પોલીસમેન ફરજ પર હતો તેણે કથિત રીતે યુવતી ની મશ્કરી કરતા રોષે ભરાયેલા લોકો એ પોલીસ કર્મચારી ને બરાબર નો માર માર્યો હતો. આ ઘટના નું મોબાઈલ માં શૂટિંગ કરી રહેલા એક દુકાનદાર ને પણ લોકો એ અડફેટે માં લીધો હતો.જોકે, આ ઘટના અંગે કાપોદ્રા પોલીસ માં મોડે સુધી કોઈ ફરિયા નોંધાઇ ના હતી.