સુરત માં કેટલાક પોલીસવાળા ગુનેગારો ની દલાલી કરી કરોડપતિ બની ગયા ની વાતો સર્વ સામાન્ય બની છે , દક્ષિણ ગુજરાત ના વલસાડ , વાપી તરફ થી રોજના ટ્રેઇનો માં ગુજરાતમાં ઠલવાતા દારૂ ના મોટા ધંધા માં પણ અગાઉ પોલીસ ની મિલી ભગત ની વાતો સામાન્ય નાગરિકો ના મુખે કોમન બની ચુકી છે કારણ કે ટ્રેન ના ટોયલેટ માંજ દમણ ના દારૂ ના કોથળા પડતા પેસેન્જરો ને સૂસુ ક્યાં કરવા જવાનું તે પણ વિચારવું પડેતેવી સ્થિતિ ટ્રેનો માં અગાઉ જોવાઇ ચુકી છે અને આ અખબાર ના પ્રતિનિધિઓ એ તે દારૂ ના પાર્સલ વલસાડ રેલવે પર બહાર કાઢી ને રિપોર્ટિંગ કરેલું છે ત્યારે આવા ગેરકાયદે ધંધા માં ઉપર સુધી આખી લાઈન ગોઠવાયેલી હોય છે તે વાત વર્ષો થી સાબિત થતી આવી છે ત્યારે ગતરોજ સુરત માં ઝડપાયેલો પોલીસ કોન્સ્ટેબલ ડ્યુટી ની આડ માં કેવા ગોરખધંધા કરે છે તે વાત સાફ થઈ ગઈ છે અને ઉપર સુધી કોને કોને હપ્તા પહોંચતા હતા તે પણ તપાસ નો વિષય છે પણ તપાસ કરે કોણ ? પ્રિવેન્શન ક્રાઇમ બ્રાંચ નો કેશીયર હેડ કોસ્ટેબલ ચેતન સિંમ્પી અને તેના બે પન્ટરો 50 હજારની લાંચમાં ભેરવાયા છે તે વાત વાયુવેગે પ્રસરતા લાગતા વળગતા તત્વો માં ફફડાટ ફેલાઈ ગયો છે. ACB એ અઠવાલાઇન્સ ચોપાટી પર ગોઠવાયેલા છટકા માં ચેતન સિંમ્પીના બે પન્ટરો ને 50હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડયા હતા. ત્યાર પછી એસીબીએ ગણતરીની મિનીટોમાં રીઢા ચેતન સિંમ્પીને પણ દબોચી લીધો હતો.
સુરત માં વહીવટદાર તરીકે બદનામ ચેતન સિંમ્પીનો 40થી 42 હજારનો પગાર છે,તેમછતાં તે પોલીસ ની વરદી નો દુરુપયોગ કરી ગુનેગારો ના ધંધા ચાલવા દઈ નોટ બનાવવા માં પડ્યો હતો. રિટાયર પોલીસ કમિશનર સતીશ શર્માએ અગાઉ ચેતન સિંમ્પીની ટ્રાફિકમાં બદલી કરી દીધી હતી. ટ્રાફિક પહેલા તે સુરત જિલ્લા પોલીસમાં હતો ત્યાંથી સુરત સીટી પોલીસમાં આવ્યો હતો તે નશાબંધી, સચીન, ડુમસ, ડીસીબી, ટ્રાફિક અને હાલમાં પીસીબીમાં હતો.મોટેભાગે તેણે પોલીસ સ્ટેશનોમાં બે નંબરી ધંધાઓની કેશીયરગીરી કરી હોવાનું જ જણાયું છે.
સુરત શહેરના ઉન વિસ્તારમાં આંકડા તથા સટ્ટાનો ધંઘો કરવાનો હોવાથી ફરિયાદીએ ચેતનનો કોન્ટેક્ટ કરતા તેણે રૂ. 50,000 વ્યવહારના થશે તેમ કહી લાંચ માગી હતી. ત્યારપછી ફરિયાદીએ આંકડા અને સટ્ટાનો ધંઘો ચાલુ ન કર્યો. છતા ચેતન ગંદી ગાળો બોલી ધમકી આપી અવારનવાર લાંચના નાણાંની માંગણી કરતો હતો. ફરિયાદીએ એન્ટી કરપ્શનમાં આ બાબતે ફરિયાદ કરતા પોલીસ કર્મી ચેતન સિમ્પી અને તેના બન્ને પંટરો જાળ માં ફસાઈ ગયા હતા.
સુરત માં ગેરકાયદે પ્રતિબંધિત પ્રવૃતિઓ બંધ કરવાની જવાબદારી જે લોકો ના માથે નાખી પ્રજા વિશ્વાસ કરે છે તે કાયદા ના રક્ષક જ જ્યારે ભક્ષક બને ત્યારે પોલીસ ની કામગીરી ઉપર થી લોકો ને વિશ્વાસ ઉઠી જાય છે કારણ કે પૈસા આપીને કોઈપણ આરોપી આસાનીથી બે નંબર ના ધંધા કરી શકે છે તે વાત આ કેશિયરે સાબિત કરી બતાવી છે પોલીસખાતા માં હજુપણ આવા ડાયરેક ડિલિંગ કરનારા એક થી વધુ કેશિયર હોવાની શંકા હોવાનું જાણકારો માં ચર્ચાઈ રહ્યું છે.
