સુરત માં કાપોદ્રા બ્રિજ પરથી 26 વર્ષીય યુવકે તાપી નદીમાં છલાંગ લગાવી દેતા ઘટના સ્થળે પહોંચેલા ફાયર વિભાગ ની ટીમ દ્વારા યુવકની શોધખોળ કરાઈ રહી છે. નદી માં કૂદી પડનાર યુવાન કાપોદ્રા વિસ્તારમાં રહેતા ગુલાબ મધુભાઈ પાટીલ(ઉ.વ.26) તરીકે થઈ છે. જે છેલ્લા કેટલાક સમયથી માનસિક બીમારીથી પીડાતો હોવાની વાત સામે આવી છે જે આજે બાઈક લઈ બ્રીજ પાસે પહોંચ્યો હતો અને કાપોદ્રા બ્રિજ પરથી તાપી નદીમાં ઝંપલાવી દીધું હતું. આ દ્રશ્ય જોનારા લોકોએ ફાયર વિભાગને જાણ કરતા કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ તાપી નદીમાં શોધખોળ કરવામાં આવી રહી છે.
