સુરત માં એક વેપારીએ મરણ પ્રસંગમાં યુપી જવા માટે જે મિત્ર ને પોતાની લગઝુરિયસ BMW કાર આપી તેજ મિત્રએ વેપારી ની કારનું બૂચ માર્યું હતું અને જો કાર પરત જોઇતી હોય તો તેના બદલામાં 3 લાખની રકમ માંગણી કરી હતી. આથી ચોંકી ઉઠેલા વેપારીએ પોતાની કાર પરત મેળવવા ડિંડોલી પોલીસ ની મદદ લીધી છે. પોલીસે અરૂણ શેષરામ પાઠક(રહે,અવધ સંગરીલા, પલસાણા)ની સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.
વિગતો મુજબ ડિંડોલી માનસી રેસીડન્સીમાં રહેતા અને ઓનલાઇન ઈલેકટ્રોનિક્સ તથા આયુવૈદીકનો ધંધો કરતા સુદામકુમાર પ્રધાન પાસેથી થોડા મહિના પહેલા તેમના મિત્ર અરૂણ પાઠકે પોતાના કાકાનું યુપીમાં મરણ થયું હોવાથી યુપી જવું હોય વેપારીની બીએમડબલ્યુ કાર વતન લઈ જવા માટે માંગણી કરતા વેપારી એ મિત્ર ભાવે કાર આપી હતી.
સાથે જ વેપારીએ યુપી નો લાંબો રૂટ હોય પોલીસ કાર ના ડોક્યુમેન્ટ માંગે તેથી ઓરિજનલ આરસી બુક પણ આપી હતી.
જોકે યુપી થી આવી ગયા બાદ પણ દાનત બગડતા અરુણ પાઠકે કાર પરત ન કરતા વેપારી સુદામકુમાર પ્રધાન પોતાની કાર લેવા અરૂણ પાઠકની ઓફિસે ગયા હતા જયા અરૂણે વેપારીને કાર બ્લેકના પૈસાથી ખરીદી છે હું ઈન્કમટેક્સ વિભાગને જાણ કરીશ, એમ કહી ગાડી જોઈતી હોય તો 3 લાખ આપવા પડશે એવી ધમકી આપી હતી.
આથી વેપારી સુદામકુમાર પ્રધાન ચોંકી ઉઠ્યા હતા અને ભલાઈ તેમજ આંધળો વિશ્વાસ કરવા જતાં ભેરવાઇ ગયા હોવાનું પ્રતિત થયા બાદ તેઓ એ
ડિંડોલી પોલીસ સ્ટેશમાં ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે કાર બથાવી પાડનાર ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.